વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ઘર વિહોણા લોકો માટે નુ આશ્રય સ્થાન અટલાદરા પાણી ની ટાંકી પાસે *"મા આસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થા"* મા તા.૨૮-૭-૨૪ ના રોજ નિરાશ્રિતો ના દર્શન કરવા નો અવસર પ્રાપ્ત થયો, અકોટા શાખા ના વરિષ્ઠ પરિજનો, અટલાદરા શાખા ના પરીજન, ઇસ્કોન વાસણા રોડ શાખા સુભાનપુરા શાખા ના પરીજન વડોદરા શહેર યુવા પ્રભારી. વરેણ્યમ્ યુથ ગૃપ ના યુવા સૌ સાથે મળી ને સંસ્થા ની મુલાકાત કરી હતી સૌ નુ હ્રદય ખુબ દ્રવીત થયુ હતુ ,નિરાશ્રિતો ના દુઃખ દર્દ સાંભળીને તેઓ ને શાંતવના આપવા માટે પ્રયત્ન કર્યો, ૬૦ - ૭૦ - ૮૦ - ૯૫ વર્ષ ની ઉંમર નાજ બધા નિરાશ્રિતો હતા વૃધ મહિલા અને પુરુષ ની સંખ્યા ૬૫ ની હતી સૌ સાથે મળીને સૌના સ્વસ્થ સુખાકારી જીવન માટે આર્તભાવે પ્રાર્થના કરી હતી, સુરેખાબેન તલાટી દ્વારા બટાકા પૌવા સેવ નો નાસ્તો આપવામાં આવ્યો હતો અમિતભાઈ પુરોહિતજી પરીવાર તરફથી વાહન ની વ્યવસ્થા સાથે ચાર દિવસ ચાલે તે પ્રમાણે ડ્રાય નાસ્તા ના પેકેટ આપવામાં આવ્યા હતા સૌ એ સાથે મળીને આજે પણ (૨૯-૭-૨૪) સાજના ભોજન ની વ્યવસ્થા બનાવી, આનંદ ઉમંગ ઉત્સાહ સ્થાપિત થાય એજ આર્ત ભાવે પ્રજ્ઞા ગીતો કીર્તન સાથે દીપ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો તેઓ ની અંદર એક વિશેષ ચેતના ઉર્જા નો સંચાર થાય એજ આર્તભાવે પ્રાર્થના કરવામાં આવી સૌ સાથે મળીને નિરાશ્રિતો ને ભોજન કરાવ્યું હતું
*વિશેષ:-* સંસ્થા ના યુવા સંચાલક શ્રી તરુણ ભાઈ મિશ્રાજી સાથે પરામર્શક કરવા નો અવસર પ્રાપ્ત થયો તરુણ ભાઈ *હેલ્પ ડ્રાઈવ ફાઉન્ડેશન* ના ફાઉન્ડેર છે આવી ૨૮ શાખા ઓ ચલાવી રહ્યા છે
તેઓ નુ નિરાશ્રિતો ને શોધી ને તેઓની સેવા કરી રહ્યા છે વાત ચીત કરતા ઘણીબધી પ્રેરણા ઓ મળી છે
...
Reporter: admin