શહેરના માંજલપુરમાં બે દિવસ અગાઉ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા ગરબા આયોજન સ્થળે આયોજકોની મનમાનીનો વિરોધ કરનારા સામાજિક કાર્યકર પર કિન્નાખોરી રાખી ધક્કામુક્કી કરીને તેની સામે ખોટી ફરિયાદ કરાઇ હોવાના આક્ષેપ ગરબા મેદાનમાં ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇન વરસાદી લાઇનમાં જોડી હોવાના તથા મેદાનની ફેન્સિગ તોડી ગેટ બનાવવામાં આવ્યો હોવાની સામાજિક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નં.17 માં પરોક્ષ રીતે સ્થાનિક મહિલા મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા નવરાત્રિ દરમિયાન પાલિકાનું ગરબા ગ્રાઉન્ડ રૂ.1 ના ટોકન ભાડેથી મેળવી સમસ્ત પાટીદારના આયોજકોને સોંપી પોતે પણ આ ગરબાનું આયોજન કર્યું છે.અહી ગરબા આયોજકો દ્વારા ગેરકાયદેસર રીતે વરસાદી અને ડ્રેનેજ લાઇનનુ જોડાણ કરી પાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા લગાવેલી ફેન્સિંગ પણ તોડી નાખી હતી સાથે જ કચરાપેટી પણ બંધ કરાવી આ જમીન પર મનમાની કરી રહ્યા હોવા મુદ્દે સામાજિક કાર્યકર દ્વારા મિડિયા સમક્ષ રજૂઆત સાથે તંત્રના અધિકારીઓ નું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો જેની કિન્નાખોરી રાખી આજે મ્યુનિસિપલ કાઉન્સિલર ત્યાં પેવર બ્લોક ની કામગીરી સ્થળે પહોંચ્યા હતા.
જ્યાં સામાજિક કાર્યકરને જોતા તેઓ ભડક્યા હતા અને સામાજિક કાર્યકર ને તું ભાજપ અને મોદીનો વિરોધ કરે છે તેમ જણાવી ગર્ભિત ધમકી આપતા સામાજિક કાર્યકર દ્વારા ધમકી કેમ આપો છો તેમ પૂછતાં મહિલા કાઉન્સિલર ના પતિ અને પુત્ર બિટ્ટુ એ સામાજિક કાર્યકર ને ધક્કો મારી દિવાલમાં પછાડતા સામાજિક કાર્યકર હાર્દિક દલવાડીએ 112 પોલીસ પીસીઆરને જાણ કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી લખાવી હતી જેની સામે મહિલા કાઉન્સિલર દ્વારા સોસાયટીમાં રહેતી મહિલાઓ સાથે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી હાર્દિક દલવાડી સામે છેડતીની ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે.
Reporter: admin







