News Portal...

Breaking News :

માંજલપુર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાઓને સામાજિક ઇસમો દ્રારા ખંડિત કરવામાં આવી

2025-07-02 13:50:12
માંજલપુર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાઓને સામાજિક ઇસમો દ્રારા ખંડિત કરવામાં આવી


વડોદરા : મુંબઈ બાદ ઉજવાતો વડોદરા માં ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ પણ ખુબજ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. 


ત્યારે ગણેશ ઉત્સવની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિ કલાકારો તૈયારીઓમાં લાગી ગયા છે.  જ્યારે વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે આ સામાજિક ઈસમો દ્વારા ગણપતિની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે. ઘટનાની જાણ કારીગર અને ગણેશ મંડળોમાં થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 8 થી વધુ ગણેશજીની પ્રતિમાઓ ને નુકશાન પહોંચાડ્યું છે. આ ઘટનાની જાણ કરવામાં આવી હોવાનું મૂર્તિ કલાકાર એ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post