News Portal...

Breaking News :

ગાયત્રી શક્તિપીઠ - કાયાવરોહણ જ્યોતિ કલશ યાત્રાનુ ભવ્યતિભવ્ય સ્વાગત વિરાટ જ્યોતિ પર્વ

2025-04-17 17:13:07
ગાયત્રી શક્તિપીઠ - કાયાવરોહણ જ્યોતિ કલશ યાત્રાનુ ભવ્યતિભવ્ય સ્વાગત વિરાટ જ્યોતિ પર્વ


જ્યોતિ કલશ યાત્રાનુ ભવ્યાતિભવ્ય સ્વાગત વિરાટ જ્યોતિ પર્વ

૧૯૨૬ વસંતપંચમીના પાવન દિવસે દિવ્ય જ્યોતિ નુ અવતરણ થયુ જેમાં તેજોમય સ્વરૂપે સર્વેસ્વારાનંદજી દાદા ગુરુજી નુ પ્રાગટ્ય થયુ મનુષ્યમા દેવત્વ નો ઉદય અને ધરતી પર સ્વર્ગ નુ અવતરણ નુ મહાન કાર્ય કરવા માટે તપ સાધના કરવા માટે આદેશ આપ્યો હતો 


એજ તપ સાધના ગુરુદેવ એ કરી પ.પુ. ગુરુદેવ અને વંદનીય માતાજી ની અદભુત અને દીવ્ય તપની ઉર્જા આ જ્યોતિ કલશમા શ્રદ્ધેયા દીદી દ્વારા સ્થાપિત કરવામાં આવી છે ધરતી થી લઇ ને અંતરિક્ષ સુધી લોકોના મન થી લઈને ધર સુધી જે અંધકાર ફેલાયો છે તેને દૂર કરી વ્યક્તિત્વ નુ પ્રતિશોધન કરવા આ જ્યોતિ નો પ્રચંડ પ્રકાશ જ્યોતિ કલશ રથ યાત્રાના સ્વરૂપે વિશ્વભરમાં પરિભ્રમણ કરી રહેલ છે જે ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામ વિશ્વામિત્ર રુષી ની તપસ્થલી ગાયત્રી શક્તિપીઠ ના આસપાસના ૧૯ ગામો એક નર્સિંગ કોલેજ ત્રણ મોટી શાળા ઓ માં ભ્રમણ કરેલ અને નવા સેકડોની સંખ્યામા યુવાનો ભાઈ ઓ બેહનો વડીલો ગાયત્રી મહામંત્ર સાથે જોડી ગાયત્રી મહામંત્રની સાધના, સૂર્ય ઉપાસના, પરિયાવરણ, તુલસી ના છોડ નુ રોપણ, સતસાહિત્ય નુ વાંચન સાધનાત્ભક કાર્યો મા જોડવામાં આવ્યા.  


કાયાવરોહણ ગામ થી વિરાટ શોભાયાત્રામા ક્રાંતિ ની ૨૪ મશાલ સાથે યુવાનો ૨૪ કલશ, સાથે  દીપ હાથ મા લઇ અસંખ્ય ભાઈઓ બેહનો જોડાયા હતા શક્તિ પીઠ ના બધાજ ટ્રસ્ટીઓ પરિજન ભાઈ ઓ બેહનો એ ભવ્યાતિભવ્ય સ્વાગત કરી વિરાટ જ્યોતિ પર્વ મનાવવામાં આવેલ સૌ સાથે મહાપ્રસાદ લઈ રાત્રે ૧૦ થી સવારે ૬.૩૦ સુધી કલશ સમક્ષ બેસી મંત્ર જપ કરી વંદન દર્શન કરી એક વિષેશ ઊર્જા પ્રાપ્ત થયાની અનુભૂતિ કરી ધન્યતા અનુભવી હતી

Reporter:

Related Post