જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં જીવદયાને સૌથી પહેલું કાર્ય બતાવ્યું છે.જૈનોને બાળપણથી જીવદયાના સંસ્કાર આપવામાં આવતા હોય છે.

જ્યારે કોઈ દીક્ષા લે અનેક પ્રતિજ્ઞાઓ પૈકી પહેલી પ્રતિજ્ઞા જીવદયા આજીવન પાળવાની.. જરૂર પડે તો પોતાના પ્રાણની આહુતી આપી ને પણ જીવદયા પાળવામા આવે છે.કરુણાના ભાવ સાથે ફન એન્ડ ફ્યુઝન એન્જોય ગ્રુપ ના પ્રમુખ જીજ્ઞાબેન પરીખે જણાવ્યું હતું કે ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ દિવસ પુર્વે દર વર્ષે જીવદયા ના જુદાજુદા કાર્યક્રમો જૈન સંસ્થાઓ તથા સંઘો દ્વારા કરવામાં આવે છે. ત્યારે અમારા ગ્રુપના દરેક સભ્યો એ પોતાની પોકેટ મની માંથી પૈસા બચાવી આજે વડોદરાની સયાજી પાર્ક પાંજરાપોળ ખાતે ૬૪૦૦૦/- રુપીયાનુ દાન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના કાર્યકરો દ્વારા ગાયો ને ગોળ, રોટલી ,દાણ વગેરે ખવડાવીને જીવદયાનું સુંદર કાર્ય કર્યું હતું .તથા મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી પુર્વે સામુહિક રીતે ગાયો ને પ્રમુખ જીજ્ઞાબેન પરીખ તથા કાર્યકરો દ્વારા નવકાર મંત્ર સંભાળાવવામા આવ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.






Reporter: admin