News Portal...

Breaking News :

ઇંધણની કીંમતો ફુગાવાને ખૂબ જ વધારે છે: CII

2024-12-30 10:17:11
ઇંધણની કીંમતો ફુગાવાને ખૂબ જ વધારે છે: CII



દિલ્હી : CII ઉદ્યોગ સંગઠને જણાવ્યું છે કે, વપરાશ વધારવા માટે ખાસ કરીને નિમ્ન આવક સ્તરે આ છૂટ આપવી જોઇએ. કારણકે ઇંધણની કીંમતો ફુગાવાને ખૂબ જ વધારે છે. 


બજેટમાં ૨૦ લાખ રૂપિયા પ્રતિવર્ષ સુધીની વ્યક્તિગત આવક માટે માર્જિનલ ટેક્સ દરોને ઘટાડવા અંગે પણ સરકારને વિચાર કરવા જણાવ્યું છે. સીઆઇઆઇએ જણાવ્યું છે કે આનાથી વપરાશ, ઉચ્ચ વિકાસ અને ઉચ્ચ ટેક્સ આવકના ચક્રને ગતિ આપવામાં પણ મદદ મળશે.સૂચનોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વ્યકિતઓ માટે મહત્તમ માર્જિનલ દર ૪૨.૭૪ ટકા અને સામાન્ય કોર્પોરેટ ટેક્સ દર ૨૫.૧૭ ટકાની વચ્ચેનું અંતર વધારે છે. આ સ્થિતિમાં ફુગાવાએ નિમ્ન અને મધ્યમ આવકવાળાઓની બચત શકિતને ઓછી કરી દીધી છે. સીઆઇઆઇએ જણાવ્યું છે કે, સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી પેટ્રોલના રીટેલ કીંમતના લગભગ ૨૧ ટકા અને ડીઝલ માટે ૧૮ ટકા છે. 


મે ૨૦૨૨થી આ ડયુટીને વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ ૪૦ ટકાના ઘટાડાને અનુરૂપ સમાયોજિત કરવામાં આવી નથી. ઇંધણ પર એક્સાઇઝ ડયુટી ઘટાડવાથી ફુગાવાને ઘટાડવા અને ખર્ચ કરવા યોગ્ય આવક વધારવામાં મદદ મળશે. સીઆઇઆઇએ ઓછા આવકવાળા જૂથોને લક્ષમાં રાખી કન્ઝમ્પશન વાઉચર શરૂ કરવાનું સૂચન કર્યુ છે. જેથી આ સમયગાળામાં કેટલીક ખાસ વસ્તુઓ અને સેવાઓની માંગને વેગ આપી શકાય. વાઉચરને વિશિષ્ટ વસ્તુઓ અને સેવાઓ પર ખર્ચ કરવા માટે આપી શકાય છે અને ખર્ચ સુનિશ્ચિત કરવા માટે આ એક નક્કી કરેલા સમયગાળા માટે માન્ય રાખી શકાય છે.રૂપિયાથી વધારી ૩૭૫ રૂપિયા કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. ઉદ્યોગ એકમનું માનવું છે કે આનાથી સરકાર પર ૪૨૦૦૦ કરોડ રૂપિયાનું બોજ પડશે.પીએમ-કિસાન યોજના હેઠળ વાર્ષિક ચુકવણીની રકમ ૬૦૦૦ રૂપિયાથી વધારી ૮૦૦૦ રૂપિયા કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. જો આ યોજનાના ૧૦ કરોડ લાભાર્થીઓ હોય તો તેનાથી સરકાર પર ૨૦ હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે.

Reporter: admin

Related Post