News Portal...

Breaking News :

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત સાત મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર

2025-11-01 10:43:45
આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત સાત મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર


મુંબઈ : નવેમ્બર ૨૦૨૫ મહિનાની શરૂઆત સાથે જ દેશમાં અનેક નવા નિયમો લાગુ થઈ ગયા છે, જેની સીધી અસર સામાન્ય માણસના દૈનિક આર્થિક વ્યવહારો અને ખિસ્સા પર પડશે. આધાર અપડેટ ફીમાં ફેરફાર, બેન્ક નોમિનેશનના નિયમોમાં સરળતા, નવા GST સ્લેબ અને કાર્ડ પેમેન્ટ પર નવી ફી સહિતના 7 મોટા બદલાવ નીચે મુજબ છે.



નવેમ્બર 2025થી લાગુ થતા 7 મુખ્ય ફેરફાર
1. આધાર અપડેટ ફીમાં ફેરફાર: 
UIDAIએ બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટેની રૂ. 125ની ફી માફ કરી દીધી છે. આ છૂટ એક વર્ષ સુધી મફત રહેશે. પુખ્ત વયના લોકો માટે નામ, જન્મ તારીખ, સરનામું કે મોબાઇલ નંબર અપડેટ કરવાની કિંમત રૂ. 75 રહેશે, જ્યારે ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટની કિંમત રૂ. 125 જ રહેશે.
2. નવા બેન્ક નોમિનેશન નિયમો: 
પહેલી નવેમ્બરથી બેન્ક યુઝર્સને એક એકાઉન્ટ, લોકર અથવા સેફ ડિપોઝિટ માટે વધુમાં વધુ ચાર વ્યક્તિઓને નોમિનેટ કરવાની છૂટ મળશે. આ નવા નિયમનો હેતુ ઇમરજન્સીમાં પરિવારો માટે પૈસા સુધી પહોંચ સરળ બનાવવાનો અને માલિકી હકના ઝઘડાઓથી બચવાનો છે.
3. નવા GST સ્લેબ લાગુ: 
1 નવેમ્બરથી સરકાર કેટલાક સામાન માટે સ્પેશિયલ રેટ સાથે નવી બે-સ્લેબ GST સિસ્ટમ લાગુ કરશે. અગાઉની ચાર સ્લેબ સિસ્ટમ (5%, 12%, 18% અને 28%) ને બદલવામાં આવી છે. 12% અને 18% ના સ્લેબ હટાવી દેવાયા છે, જ્યારે લક્ઝરી અને હાનિકારક સામાન પર 40% નો દર લાગુ થશે. આ નિર્ણય ઇનડાયરેક્ટ ટેક્સ માળખાને સરળ બનાવશે.
4. NPSથી UPS શિફ્ટ થવા સરકારના કર્મચારીઓ પાસે હવે માટે 30 નવેમ્બર સુધીનો સમય



5. 
રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)માંથી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)માં શિફ્ટ થવા ઈચ્છતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે હવે આ પ્રક્રિયા પૂરી કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય છે.
5. પેન્શનર્સ માટે લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) આપવું ફરજિયાત: 
તમામ નિવૃત્ત કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓએ નવેમ્બર મહિનાના અંત સુધીમાં પોતાનું વાર્ષિક લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત છે. આ પ્રક્રિયા તેમની બેન્ક શાખામાં અથવા 'જીવન પ્રમાણ પોર્ટલ' દ્વારા ઓનલાઈન કરી શકાય છે. ડેડલાઈન ચૂકવાથી પેન્શન પેમેન્ટમાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે.
6. PNBમાં લોકર ફીમાં ફેરફાર સંભવ: 
પંજાબ નેશનલ બેન્ક (PNB) ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં તેના લોકર ભાડાની ફીમાં ફેરફાર કરશે. નવી કિંમતો લોકરના કદ અને કેટેગરી પર આધારિત હશે. આ અપડેટ નવેમ્બરમાં જાહેર થશે અને નોટિફિકેશનના 30 દિવસ પછી અસરકારક થવાની સંભાવના છે.
7. SBI કાર્ડ યુઝર્સ માટે નવી ફી: 
પહેલી નવેમ્બરથી, એસબીઆઈ કાર્ડ યુઝર્સને મોબીક્વિક (Mobikwik) અને ક્રેડ (Cred) જેવી થર્ડ-પાર્ટી એપ્સ દ્વારા કરાયેલા શિક્ષણ સંબંધિત પેમેન્ટ પર 1% ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત, એસબીઆઈ કાર્ડ વડે ડિજિટલ વોલેટમાં રૂ. 1000થી વધુની રકમ ઉમેરવા પર પણ 1% ફી લાગુ થશે.

Reporter: admin

Related Post