News Portal...

Breaking News :

ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ એક મહિનામાં જ રાજીનામું

2025-10-06 16:23:24
ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ એક મહિનામાં જ રાજીનામું


પેરિસ : ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ એક મહિનામાં જ રાજીનામું આપતાં રાષ્ટ્ર પ્રમુખ મેક્રોનને મોટો ઝટકો વાગ્યો છે. બજેટ રજૂ ન કરવા બદલ અને શાસન કરવામાં નિષ્ફળ રહ્યા બાદ લોકોર્નુએ રાજીનામું આપી દીધું છે. 


તેમના રાજીનામાની જાહેરાતથી પેરિસ સ્ટોક એક્સચેન્જ 1.7 ટકા તૂટ્યો હતો. ફ્રાન્સમાં એક વર્ષમાં લેકાર્નુ રાજીનામું મૂકનારા ચોથા વડાપ્રધાન બની ગયા. જેનાથી ફ્રાાન્સના પ્રમુખ ઇમેનુએલ મેક્રોનની મુશ્કેલી વધી ગઇ છે.  ફ્રાન્સના મીડિયા રિપોર્ટ અનુસાર, લોકોર્નુએ કેબિનેટની રચનાના થોડા કલાકમાં જ રાજીનામું આપી દીધુ હતું. તેમની વિરૂદ્ધ વિપક્ષ દ્વારા સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી તેમને ગંધ આવી ગઈ હતી કે, સંસદમાં તેમનો સ્વીકાર કરવામાં આવશે નહીં. લોક હાંસીથી બચવા તેમણે પોતે જ રાજીનામું આપી દીધુ હતું. કેબિનેટની રચના બાદ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ બેઠક પહેલાં જ લોકોર્નુએ પોતાના પદ પરથી રાજીનામું જાહેર કર્યું હતું.


ફ્રાન્સના પ્રમુખ મેક્રોને એક મહિના પહેલાં જ લોકોર્નુની વડાપ્રધાન પદે નિમણૂક કરી હતી. પરંતુ વિપક્ષે તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો. લોકોર્નુના વિરોધ પાછળ બે કારણ જવાબદાર હતા. એક 2024માં જ્યારે સામાન્ય ચૂંટણી થઈ, ત્યારે કોઈપણ પક્ષને બહુમત મળ્યો ન હતો. તેમ છતાં પ્રમુખ મેક્રોને પોતાના અંગત નેતાઓને સત્તા સોંપી હતી. જેમાં વડાપ્રધાનની ખુરશી ફ્રાન્સ બાયરુને સોંપી હતી.  આ સમયે મેક્રોન પર બંધારણનું અતિક્રમણ કરવાનો આરોપ મૂકાયો હતો. જો કે, બાયરૂ ઝાઝાં દિવસ ખુરશી સંભાળી શક્યા નહીં. બાદમાં લોકોર્નુને પીએમનું પદ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ સદનમાં વિશ્વાસ હાંસલ કરી શક્યા નહીં. બીજું ફ્રાન્સની આર્થિક સ્થિતિ કથળી છે

Reporter: admin

Related Post