છત્રપતિ સંભાજીનગર: શેંદ્રે MIDC માં ઇથેનોલ બનાવતી ફેક્ટરીમાં સિલો સ્ટોરિંગ ( સંગ્રહ કરનારી ટેન્ક) ૩૦૦૦ ટનની ટેન્ક તૂટી પડતા તેમાં કામ કરી રહેલા ઓછામાં ઓછા ૪ કામગારનાં મોત થયા હતા તથા અન્ય ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ત્રણ કામગારના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે એક કામગાર હજી ગુમ હોવાનું તેમણે જણાવ્યું હતું. ઘઉંના પ્રોસેસિંગ દરમિયાન બોઈલર ફાટવાને કારણે મોટો અકસ્માત થયો છે, જેના પરિણામે કેટલાય કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ છે. સંભાજીનગરના શેન્દ્રા MIDCમાં વિસ્ફોટના પરિણામે ચાર કામદારોના જીવ ગયા છે. ઘટનાને પગલે પોલીસ અને વહીવટી અધિકારીઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફેક્ટરીમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.પ્રારંભિક અહેવાલો અનુસાર, શેન્દ્રા MIDC ખાતે ઘઉંના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા બોઈલર તૂટી પડતાં આ અકસ્માત સર્જાયો હતો.
કામદારોને શોધવાના પ્રયાસો હજુ ચાલુ છે. રેડિકો કંપનીની માલિકીનું બોઈલર શુક્રવારે બપોરે અણધારી રીતે તૂટી પડ્યું હતું, જેના કારણે કેટલાક કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.‘રેડિકો એનવી ભઠ્ઠી ખાતે બપોરે ૨.૨૦ કલાકે ૧૭.૧૭ મીટર ડાયામીટરની સિલો ટેન્ક તૂટી હતી. આ ટેન્કની ઊંચાઇ લગભગ ૨૧.૬૦ મીટર હતી તે તૂટી પડી હતી. આ ટેન્કનું વજન અંદાજે ૩,૦૦૦ ટન હતું. ટેન્ક તૂટી પડતા તેમાં કામ કરી રહેલા ત્રણ કામગારનાં મોત થયા હતા જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજા થઇ હતી. એક કામગાર ગુમ છે. બચાવ અને શોધકાર્ય શરૂ છે’, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.મૃતકોની ઓળખ કિસન હિરડે (૫૦), વિજય ગવળી (૪૦) અને દત્તાત્રય બોરડે (૪૦) તરીકે કરાઇ હતી. આ બનાવમાં પોલીસે કેસ નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Reporter: admin