News Portal...

Breaking News :

પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતા ચાર લોકોના મોત છ લોકો ગંભીર ઘાયલ

2025-10-08 14:00:17
પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતા ચાર લોકોના મોત છ લોકો ગંભીર ઘાયલ


સક્તી: છત્તીસગઢમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સક્તી જિલ્લામાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી છે. 


આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના ઉચ્ચપિંડા ગામના ડભરા વિસ્તારમાં આવેલા આરકેએમ પાવરજેન પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટમાં બની છે.સક્તી જિલ્લાના એસપી અંકિતા શર્માએ જણાવ્યું કે, '10 કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી કરીને નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ ધરાશાયી થઈ ગઈ હતી. 


દુર્ઘટના બાદ ઘાયલોને રાયગઢની જિંદલ ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ચાર લોકોના મોત થઈ ગયા છે. બીજી તરફ અન્ય છ ઘાયલોની સારવાર ચાલી રહી છે.'એસપી શર્માએ આગળ જણાવ્યું કે, 'લિફ્ટની ક્ષમતા લગભગ 2,000 કિલોગ્રામ છે અને તાજેતરમાં જ 29 સપ્ટેમ્બરના રોજ જાળવણી કાર્ય કરવામાં આવ્યું હતું. ઘટનાનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.'

Reporter: admin

Related Post