રાજકોટ: એક સમયના સામાજિક મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત પાંચ લોકોએ ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને 7-8 લાખ રૂપિયા પડાવવા માટે ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ મામલે પોલીસે મોડી રાત્રે મોટી કાર્યવાહી કરીને પદ્મીનીબા વાળા સહિત ચારની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે. જેતપુર રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ વાળા ઉપરાંત શ્યામ અને હીરેન નામના શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા
ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લઈ ગઈ હતી.બીજા દિવસે એ યુવતીએ ફોન કર્યો કે મારો ઘરવાળો મરી ગયો છે, હું ખુબ દુઃખી છું, કંઈક મદદ કરો, મારું દેવું ભરી દો, નહીંતર હું દવા પીને મરી જઈશ જેવી વાતો કરી હતી. આરોપ છે કે બાદમાં બે-ત્રણ દિવસ બંને વચ્ચે વાતો ચાલી હતી અને વીડિયો કોલમાં અશ્લિલ હરકતો થઇ હતી.
Reporter: admin







