વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના નાગરવાડાના મહેતાવાડીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર ના પુત્રની ચકચારી હત્યાના ગુનામાં ઝડપાયેલ મુખ્ય આરોપી બાબર પઠાણ સહીત ચાર આરોપીઓના આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે મુખ્ય આરોપી બાબર ખાન પઠાણ સહિત ચારે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તમામ આરોપીઓને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો

તાજેતરમાં સયાજી હોસ્પિટલમાં થયેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની ઘાતકી હત્યા માં પોલીસે અત્યાર સુધી 10 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી બાબર પઠાણ સહીત નવ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં પોલીસે પ્રથમ મુખ્ય આરોપી બાબર પઠાણ, શકીલહુસેન શેખ, એજાજહુસેન શેખ અને શબનમ મન્સૂરી સહિત ચાર આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી તમામ આરોપીના 10 દિવસના રિમાન્ડ ની માંગણી કરી હતી જોકે કોર્ટે તમામ આરોપીઓના 22 નવેમ્બર સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા

જે રિમાન્ડ આજે પુરા થતા હોય પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે તમામ ચારે આરોપીઓને જેલમાં મોકલવાનો હુકમ કરતા તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે તપન પરમારની હત્યાના ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી સલમાન ઉર્ફે સોનુ, હબીબખાન પઠાણ, વસીમ મન્સુરીને પણ પોલીસે કોર્ટ સમક્ષ રજુ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં નામદાર કોર્ટે તમામ ત્રણે આરોપીના એક દિવસના રિમાન્ડ મજુર કર્યા હતા જે રિમાન્ડ ગતરોજ પૂર્ણ થતા પોલીસે ગતરોજ સાંજે 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓને જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો હતો

Reporter: admin