News Portal...

Breaking News :

વિકાસ સપ્તાહના ત્રણ દિવસમાં રૂ. ૪૩ કરોડના ૧૦૯૬ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા

2025-10-10 12:26:23
વિકાસ સપ્તાહના ત્રણ દિવસમાં રૂ. ૪૩ કરોડના ૧૦૯૬ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા


રાજ્ય સરકાર દ્વારા તા. ૧૫ ઓક્ટોબર સુધી મનાવાઇ રહેલા વિકાસ સપ્તાહનો ભરપૂર લાભ વડોદરા જિલ્લાને મળ્યો 




માર્ગો, વીજળીકરણ, પાણી, આરોગ્ય, શિક્ષણ અને આંગણવાડી ભવન સહિતની સુવિધાઓ મળી 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વને ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા મનાવાઇ રહેલા વિકાસ સપ્તાહનો ભરપૂર લાભ વડોદરા જિલ્લાને મળ્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં રૂ. ૨૯૧૩ લાખના ૭૫૮ કામોના ખાતમુહૂર્ત અને રૂ. ૧૩૯૯.૦૭ લાખના ૩૩૮ વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત તા. ૭થી શરૂ થયેલા વિકાસ રથના રૂટમાં આવતા ગામોમાં યોજાતી સંવાદ સભાઓમાં મહાનુભાવોના હસ્તે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવે છે. સાથે જ રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી ઉપરાંત લાભો પણ આપવામાં આવે છે. 


તેમણે ઉમેર્યું કે, વિવિધ વિભાગોને સાંકળી થીમ બેઝ્ડ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. તેમાં રોજગાર મેળા પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિકાસ સપ્તાહના બીજા દિવસે પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે જિલ્લામાં રૂ. ૨૫૭૭.૭૫ લાખના ૬૦૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧૧૮૬.૬૯ લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવે છે. વિકાસ સપ્તાહના પ્રથમ ત્રણ દિવસનું સરવૈયું જોવામાં આવે તો કુલ મળી રૂ. ૨૯૧૩.૪૫ લાખના ૭૫૮ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૧૩૯૯.૦૭ લાખના મૂલ્ય ધરાવતા ૩૩૮ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાના કુલ ૨૭ ગામોમાં વિકાસ રથ તબક્કાવાર ફરવાનો છે. સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સમયગાળામાં ત્રણ ગામોમાં કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. જે ગામમાં રાત્રી રોકાણ હોય ત્યાં રાત્રી ગ્રામસભા કરવામાં આવે છે. પ્રથમ દિવસે પાદરા તાલુકાના ડબકા, વડુ અને ડભાસા ગામમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અહીં કુલ મળી રૂ. ૯૬ લાખના ૩૩ કામોના ખાતમુહૂર્ત, રૂ. ૧૩૨.૭૫ લાખના ૪૨ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે સોખડા સિવાયના બે ગામોમાં દશરથ તથા અંકોડિયા એમ બે ગામોમાં કુલ મળી રૂ. ૫૯.૭૦ લાખના ૩૩ કામોના ખાતમુહૂર્ત તથા રૂ. ૨૨.૫૦ લાખના ૧૧ કામોને લોકાર્પિત કરવામાં આવ્યા હતા. વિકાસ સપ્તાહના ગત્ત તા. ૯ના ત્રીજા દિવસે કરજણ તાલુકાના જુની જીથરડી, ધાવટ અને વેમાર ગામમાં વિકાસ રથ પહોંચ્યો હતો. આ દિવસે કુલ રૂ. ૧૮૦ લાખના ૯૦ કામોનો પ્રારંભ અને રૂ. ૫૭.૫૩ લાખના ૮૧ કામોને પ્રજાર્પિત કરવામાં આવ્યા હતા. આ કામોમાં માર્ગો, વીજળીકરણ, પાણી, આરોગ્ય, શિક્ષણ અને આંગણવાડી સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિકાસ સપ્તાહ સાથે ગ્રામજનો દ્વારા ભારત વિકાસ શપથ પણ ગ્રહણ કરવામાં આવે છે. 

Reporter: admin

Related Post