ઘમંડીને ભાન કરાવવું પડે, એક સીટ જાય તો કંઈ નહી.. કોઈ સમર્થકે જીતુ સુખડિયાને મેસેજ કર્યો હતો
ભાજપનો જૂથવાદ પુનઃ ચરમ સીમાએ
ભાજપાનો આંતરિક જૂથવાદ પુનઃ એક વખત બહાર આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ એક મેસેજ ક્યાંક મોકલવાના હતો એના બદલે બીજા ગ્રુપમાં ફોરવર્ડ કરી દીધો જેના કારણે ભાજપમાં કેટલી આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે તે સામે આવ્યું હતું. આ મેસેજમાં લખ્યું હતું કે ઘમંડી ઓને ભાન કરાવવું જ પડશે એક સીટ ઓછી આવશે તો તેમને ખ્યાલ આવશે.
વડોદરાના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા તાજેતરમાં સુરખીઓમાં આવ્યા હતા તેઓએ સંગઠન સામે આક્ષેપો કર્યા હતા અને સંગઠનમાં સંકલનનો અભાવ હોવાના આક્ષેપો કર્યા હતા જો કે ત્યારબાદ વડોદરાના પ્રભારી ગોરધન ઝડફિયાએ તેઓને સમજાવી લીધા હતા અને ઘીના ઠામમાં ઘી ઠર્યું હતું. જોકે આ સમજાવટ માત્ર દેખાડા પૂરતી હોય તેમ લાગી રહ્યું છે એક જૂથ અંદરખાને ભારે નારાજ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે જીતુ સુખડિયા નો એક ફોરવર્ડ મેસેજ એક ગ્રુપમાં આવતા જૂથવાદ થતો થયો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે 'જીતુભાઈ ઘમંડી ઓને તો પણ કરાવવું જ પડશે. નરેન્દ્ર ભાઈ ની પણ ઊંઘ ઉડાડવા માટે એક સીટ ઓછી આવે તો જ અસર થશે એવી ચર્ચા છે'. હાલ તો ભાજપાના ઉમેદવારના પ્રચારમાં પણ નિરસતા જોવા મળી રહી છે ત્યારે વડોદરા ની જનતાના મનમાં શું ચાલી રહ્યું છે તે તો મતદાનના દિવસે જ ખ્યાલ આવશે.
Reporter: