નરખેડ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે અંતિમ દિવસે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર કટોલ- જલાલખેડા રોડ પર તેમની કાર પર હુમલો થયો હતો.
મહા વિકાસ અઘાડીના ઉમેદવાર સલિલ દેશમુખ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે ચૂંટણીના પ્રચાર માટે નરખેડમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પોતાના પુત્ર સલિલ દેશમુખના ચૂંટણી પ્રચારમાં પહોંચ્યાં હતા. આ પછી નરખેડથી પરત જતી વખતે કટોલ-જલાલખેડા રોડ પર તેમની કાર પર હુમલો થયો હતો.
સમગ્ર ઘટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, અનિલ દેશમુખના માથાના ભાગે ભારે ઈજા પહોંચતા લોહી નીકળી રહ્યું છે અને કેટલાક લોકો તેમને લઈને જઈ રહ્યાં છે. જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન થવાનું છે. જેમાં રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર મતદાન બાદ 23 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.
Reporter: admin