વડોદરા : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સ્વ.અંશુમન ગાયકવડના માતા ઉષા દેવી ગાયકવાડનું નિધન થયું છે.
માત્ર 8 મહિના ગાળામાં જ વડોદરાના ગાયકવાડ પરિવારના ત્રીજા સભ્યનું નિધન થયું છે. અઢી મહિના પહેલા જ 31 જુલાઈ, 2024ના અંશુમન ગાયકવાડનું કેન્સરની બીમારીથી નિધન થયું હતું. આજે (16 ઓક્ટોબર) 11:00 વાગ્યે સેવાસી સ્થિત તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળશે અને કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પુત્ર સ્વ.અંશુમન ગાયકવાડના નિધન બાદ માતા વ્યથિત હતા. ઉષાદેવી ગાયકવાડના પતિ દત્તાજીરાવ ગાયકવાડ પણ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય હતાં. દત્તાજીરાવ ગાયકવાડનું પણ 13 ફેબ્રુઆરી 2024ના રોજ 96 વર્ષની વયે નિધન થયું હતું. આમ 8 મહિનામાં જ પરિવારના ત્રણ સભ્યોએ અંતિમ શ્વાસ લીધા છે. પિતા-પુત્ર બંને ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂક્યા છે.
Reporter: admin