News Portal...

Breaking News :

વડોદરામાં સૌ પ્રથમ વખત ૧૦૮ મારફત એર એમ્બ્યુલન્સમાં દર્દીને મુંબઈ શિફ્ટ કરાયા

2024-11-15 17:07:16
વડોદરામાં સૌ પ્રથમ વખત ૧૦૮ મારફત એર એમ્બ્યુલન્સમાં દર્દીને મુંબઈ શિફ્ટ કરાયા


વડોદરા: શહેરમાં સર્વ પ્રથમ વખત ૧૦૮ સેવા મારફત એર એમ્બ્યુલન્સ એક મહિલા દર્દીને વધુ સારવાર માટે મુંબઈ લઈને ગઈ હતી.  


ભાઈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ દર્દીને તેમના પરિવારજનો આ સેવા મારફતે મુંબઈ લઈ ગયા હતા. અહીં વડોદરા ખાતે આજ તા. ૧૫ના રોજ ભાઈલાલ અમીન હોસ્પિટલમાં રૂપાબેન ભરતભાઈ પટેલ તેમના ઘરે પડી જવાના કારણે એડમીટ થયા હતા. જેમાં તેમને કમરથી નીચેના ભાગમાં તથા બંને પગમાં અસહ્ય દુખાવો અને નબળાઇ અનુભવાતી હતી. અહીં તેમણે સારવાર લીધા પછી વધુ સારવાર માટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઈ જવા પડે તેમ હતા.


 આ માટે બાય રોડ જાજો સમય લાગે એમ હોવાથી જઈ શકાય તેમ નહોતું.  તેમણે એર એમ્બ્યુલન્સ માટેની જરૂરિયાત ઊભી થઈ હતી. જે બાબતની માહિતી 108 માં લઈને એર એમ્બ્યુલન્સની દરખાસ્ત કરી હતી. અહીં એર એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે હોસ્પિટલમાંથી 108 માં કોલ કરી માહિતી લઈ બધી જ ફોર્માલિટી પૂરી કરી હતી.આજે સવારે 10:30 વાગે એર એમ્બ્યુલન્સ વડોદરા એરપોર્ટ ખાતે આવી હતી. અહીં ભાઈલાલ અમીન હોસ્પિટલ માંથી દર્દીને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એરપોર્ટ લઈ આવી અને એર એમ્બ્યુલન્સ દ્વારા રૂપાબેન ને વધુ સારવાર માટે મુંબઈ ખાતે લઈ ગયા હતા.

Reporter: admin

Related Post