નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે કે. સુરેશને I.N.D.I.A ગઠબંધનમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે આવતીકાલે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થશે.
વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે બીજેપી સાંસદ પંકજ ચૌધરી ઓમ બિરલાના પ્રસ્તાવક બની શકે છે. ઓમ બિરલા થોડીવારમાં જ સ્પીકર પદ માટે નોમિનેશન ફાઈલ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે.આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે રાજનાથ સિંહે મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી હતી. રાજનાથ સિંહને કહ્યું છે કે 'અમે સ્પીકર પદ માટે તેમના ઉમેદવારને સમર્થન આપીશું, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ.
આ દરમિયાન બીજા દિવસે પણ શપથ ગ્રહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સોમવારે વડાપ્રધાન મોદી સહિત 266 સાંસદોએ શપથ લીધા હતા. બાકીના સાંસદો આજે શપથ લઈ રહ્યા છે. આ સાથે જ બીજેપીના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) આજે સ્પીકરના નામની જાહેરાત કરી શકે છે. સોમવારે મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાએ નામ નક્કી કરવા માટે બેઠક યોજી હતી. જો કે હજુ સુધી સ્પીકર પદને લઈને સર્વસંમતિ થઈ નથી.
Reporter: News Plus