News Portal...

Breaking News :

સસ્તી લોકપ્રિયતા માટે મહિલા મંત્રીએ ભજીયા પણ તળવા પડે

2025-11-10 11:21:52
સસ્તી લોકપ્રિયતા માટે મહિલા મંત્રીએ ભજીયા પણ તળવા પડે


છોટાઉદેપુર જતાં રસ્તામાં મંત્રી મનિષાબેન વકીલે ડભોઈનાં ફેમસ લાલાકાકાને ત્યાં જાતે ભજીયા બનાવ્યા!!...
મહિલા મંત્રીનો સસ્તી લોકપ્રિયતા મેળવાનો પ્રયાસ, ડભોઈ ગાડી ઉભી રાખી લાલાકાકાને ત્યાં તળ્યા ભજીયા...
પ્રભારી મંત્રી મનિષા વકીલ પ્રજાના કામ કરતાં વધુ ફોટોગ્રાફીમાં વ્યસ્ત; મતવિસ્તારના પ્રશ્નો હજુ અધૂરા... 
મંત્રીનો પ્રજા પ્રેમ કે ફોટો-શો? રસ્તામાં ભજીયા તળીને લોકપ્રિય બનવાની ચાલ...
કામ શૂન્ય, મંત્રીનો લોકપ્રિયતા માટેનું નાટક...
પ્રજાના પ્રશ્નો ઉકેલવા કરતાં પ્રચાર માટેના ફોટા પડાવવા વ્યસ્ત પ્રભારી મંત્રી મનિષા વકીલ...



ત્રણ વખત ધારાસભ્ય છતાં મતવિસ્તારના પ્રશ્નો અધૂરા; હવે ભજીયા તળીને પ્રચારનો પ્રયાસ...
ભાજપનાં અનેક નેતાઓ હવે મોદીજીની જેમ નકલ કરીને પ્રજામાં લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેઓ જાણતા નથી કે મોદીજીની વર્ષોની મહેનત અને નાનામાં નાના કાર્યકર પ્રત્યેની લાગણીએ જ તેમને મહાન બનાવ્યા છે. તમે પાર્ટીમાં અચાનક આવી જાવ, પક્ષ તમને ટિકિટ આપી દે અને તમે ધારાસભ્ય બની જાવ, એમાં તમારી મહેનત નથી. એ તો પાર્ટીનો તમારા પ્રત્યેનો અહેસાન છે.જો તમે એથી ખુશ થઈ તમારી જાતને મોદીજી સમક્ષ ગણવા માંડો, તો સામાન્ય કાર્યકર પણ તમને ઓળખી જશે. હાલ નવા બનેલા અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી મનિષા વકીલ પણ મોદીજીની નકલ કરીને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


એમને એવું લાગ્યું હશે કે મોદીજીની જેમ પ્રજામાં લોકપ્રિય બની જઈશું, પરંતુ એમને કદાચ કોઈએ કહ્યું નથી લાગ્યું કે રાતોરાત મોદીજી જેવાં બનાતાં નથી. એ માટે પ્રજાના હિતના કામો કરવા પડે છે.ત્રણ ટર્મ ધારાસભ્ય રહ્યા પછી પણ જો તમે તમારા મતવિસ્તારના કામ કરી શક્યા નથી અને હવે મોદીજી બનવા નીકળો, તો પ્રજા તમને સરળતાથી ઓળખી જશે કે આ સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ છે. પ્રભારી મંત્રી તરીકે છોટાઉદેપુર જતા દરમિયાનઆ ડભોઈમાં નાસ્તો કરવા તેઓ ઉભા રહ્યા અને ભજીયા તળ્યા હતા. ત્યારબાદ મંત્રી મનિષા વકીલે એની તસવીરો પણ પડાવી હતાં.મંત્રીજી, તમને ભજીયા તળવા કે તસવીરો પડાવવા મોદીજીએ મંત્રી નથી બનાવ્યાં. તમારું કર્તવ્ય પ્રજાના કામો કરવાનું છે. તમારી નિષ્ફળતા છુપાવવા માટે આવા ખેલ કરવાની જરૂર નથી. મોદીજી તમારાં દરેક પગલાં ઉપર નજર રાખે છે. તેથી મોદીજી બનવાનો પ્રયાસ કરવા કરતા, તમારા મતવિસ્તારના અધૂરા કામ પૂર્ણ કરો. મહિલાઓનું સન્માન ન જાળવનાર તમારા પક્ષના નેતાને કમિટીના ચેરમેન પદેથી હટાવવાની હિંમત તો તમે ધરાવતા નથી, અને મોદીજી બનવા નીકળ્યા છો.

Reporter: admin

Related Post