વડોદરા : મહાનગરપાલિકા દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી સેવઉસળ, પાન અને કોલ્ડ્રીંક્સ, છોલે કુલચે, સમોસા, ઓમલેટ, નાસ્તા, ચા વિગેરેનું વેચાણ કરતી ૭-દુકાનો, ૬-લારીઓ તેમજ ૩-મેનુફેક્ચરીંગ યુનિટ વિગેરેમાં એક જ તેલમાં વારંવાર તળાતા ખાદ્ય પદાર્થો તેમજ પ્લાસ્ટીકના કન્ટેઇનર તથા પ્લાસ્ટીકની કોથળીઓનો ઉપયોગ કરતા ફુડ બીઝનેસ ઓપરેટરોને ત્યાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી છે
સઘન ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન ૨૦ કિલોગ્રામ પેપર પસ્તી ઢાંકેલ અખાદ્ય ચોખા તેમજ ૫ કિલોગ્રામ પ્લાસ્ટીકની કોથળીઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. એક જ તેલમાં વારંવાર તળાતા ફરસાણના વેપારીઓની ત્યાં પણ સધન ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં એક જ તેલમાં વારંવાર તળાતા જેમાં ટી.પી.સી. વેલ્યુ ૨૫ થી વધારે આવેલ તેવા ૧૫૦ કિલોગ્રામ તેલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. એક જ તેલથી વારંવાર તળતા ૨-વેપારીઓને શીડ્યુલ-૪ ની નોટીસ તેમજ વારંવાર ન તળવા બાબતે કડક સુચના આપવામાં આવેલ.વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, વડોદરા શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ માન.મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા ફુડ ગ્રેન પ્લાસ્ટિક વાપરવા બાબતે તેમજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં એક જ તેલમાં વારંવાર તળવામાં આવતા ખાદ્ય પદાર્થો બાબતે સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવેલ. ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા વડોદરા શહેરનાં કારેલીબાગ પાણીની ટાંકી રોડ, વાઘોડીયા રોડ, સરદાર એસ્ટેટ વિગેરે વિસ્તારોમાં આવેલ સેવ ઉસળ, વિગેરે વિસ્તારોમાં આવેલ સેવ ઉસળ, પાન અને કોલ્ડ્રીંક્સ, છોલે કુલચે, સમોસા, ઓમલેટ, નાસ્તા, ચા વિગેરેનું વેચાણ કરતી ૭-દુકાનો, ૬-લારીઓ તેમજ ૩-મેનુફેક્ચરીંગ યુનિટ વિગેરેમાં એક જ તેલમાં વારંવાર તળવામાં આવતા ખાદ્ય પદાર્થો તેમજ ફુડ ગ્રેન પ્લાસ્ટિક વાપરવા બાબતે સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી.
સઘન ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન ૨૦ કિલોગ્રામ પેપર પસ્તી ઢાંકેલ અખાદ્ય ચોખા તેમજ ૫ કિલોગ્રામ પ્લાસ્ટીકની કોથળીઓનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ તમામ જગ્યાઓએ ફુડ ગ્રેડ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા કડક શબ્દોમાં સુચના આપવામાં આવેલ.વધુમાં ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરોની ૪-ટીમો બનાવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરસાણના વેપારીઓને ત્યા તેલમાં વારંવાર તળાતા ફરસાણ બાબતે ટી.પી.સી. મશીન દ્વારા સધન ચેકીંગ કરવામાં આવેલ. સધન ચેકીંગ દરમ્યાન ફરસાણની ચીજ વસ્તુઓ વધુ વાર તળાતી હોય તેવી જગ્યાઓએ તેલની ટી.પી.સી. વેલ્યુ માપવામાં આવેલ જેમાં ટી.પી.સી. વેલ્યુ ૨૫ થી વધારે આવે તેવા ફરસાણના વેપારીઓને ત્યાથી ૧૫૦ કિલોગ્રામ તેલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમ જ એક જ તેલથી વારંવાર તળતા ૨-વેપારીઓને નોટીસો તેમજ વારંવાર ન તળવા બાબતે કડક સુચના આપવામાં આવી છે.
Reporter: admin







