વડોદરા : પવિત્ર નિજ શ્રાવણ માસ અંતર્ગત છેલ્લા શનિવારે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના કલઘોડા સ્થિત આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે ફૂલોનો શણગાર કરાયો છે.
મંદિરના મહંત શ્રીકાંત મહારાજ એ જણાવ્યું કે શ્રાવણમાં 5 સોમવારનો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્ત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે.
પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા શનિવારે શહેરના વિશ્વામિત્રીના કિનારે આવેલા પંચમુખી મંદિરે દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે, અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજન અને સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 8 કલાકે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: admin