વડોદરા: વર્ષોની પ્રણાલિકા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની જન્મજયંતી નિમિત્તે વડીવાડી વિસ્તારમાં સ્થાપિત તેમની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

આ પ્રસંગે મેયર, ડે.મેયર, શહેર બીજેપી પ્રમુખ પૂર્વ સૈનિકો, કાઉન્સિલરો સહભાગી થયા હતા. ૧૮૫૭ નું કાંતિયુધ્ધના લેખક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર વિનાયકરાવ દામોદર સાવરકરનો જન્મ તારીખ ૨૮મી મે, ૧૮૮૩ના રોજ મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના ભગૂર ગામે થયો હતો. દેશપ્રેમનો વારસો તેઓને કુટુંબમાંથી પ્રાપ્ત થયો હતો. પુનાની ફર્ગ્યુસન કોલેજના શિક્ષણના વર્ષો દરમ્યાન દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ચાલતી ચળવળોમાં તેઓ સક્રિય થયા.

ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા બદલ વીર સાવરકરને ઇંગ્લેન્ડની જેલમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેઓએ “ ક્રાંતિયુધ્ધ " પુસ્તક લખવાની શરૂઆત કરી હતી. આ અપ્રિતમ વીરતા અને બહાદુરીના અભૂતપૂર્વ પરાક્રમથી તેઓ વીર સાવરકર તરીકે વિશ્વ પ્રસિધ્ધ થયા હતા, અંગ્રેજોએ તેઓની ધરપકડ કરી તેઓને આંદામાન ખાતેની જેલમાં કાળાપાણીની સજા ક૨વામાં આવી હતી. કારાવાસમાંથી મુક્ત થયા બાદ વીર સાવરકર સાહિત્ય લેખન સાથે સમાજસેવાના કામે લાગી ગયા. અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રે પણ તેઓનું યોગદાન મહત્વપૂર્ણ છે.



Reporter: admin







