વડોદરા : રાજા રામ મોહનરાયની 250મી જન્મ જયંતી નિમિત્તે પાલિકા દ્રારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજા રામમોહન રોયનો જન્મ 22 મે, 1772ના દિવસે રાધાનગર નામના બંગાળના એક ગામમાં એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામે રમાકાન્ત રોય હતું. તેમમે ખૂબ જ નાની ઉંમરમાં અનેક ભાષાઓ આવડી ગઈ હતી. આમાં મુખ્યત્વે અરબી, ફારસી, અંગ્રેજી અને હિબ્રુ ભાષાઓ હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નોકરી ઠુકરાવીને રાયના જીવનનું મુખ્ય લક્ષ્ય સમાજની કુરીતિઓને નાબૂદ કરવાની હતી. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરમાં બંગાળમાં પુસ્તક લખીને મૂર્તિપૂજાનો વિરોધ શરૂ કર્યો હતો.

વડોદરા શહેરમાં રાજારામ મોહનરાય 250મી જન્મ જયંતી નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં વડોદરા મહાનગર પાલિકાના મેયર પિન્કી બેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા પૂર્વ ચેરમેન ડો હિતેન્દ્ર ભાઇ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ડો જય પ્રકાશ સોની તથા કાઉન્સિલર અને હોદેદારો ની હાજરીમાં રાજારામ મોહનરાય પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.



Reporter: admin







