News Portal...

Breaking News :

ફ્લાઇટ ટિકિટ કેન્સલેશન મફત! બુકિંગના 48 કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશે અથવા ફેરફાર કરી શકશે

2025-11-04 13:34:46
ફ્લાઇટ ટિકિટ કેન્સલેશન મફત! બુકિંગના 48 કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશે અથવા ફેરફાર કરી શકશે


હવાઈ મુસાફરીના સમાચાર તમારા માટે મહત્ત્વના છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA) હવાઈ મુસાફરીમાં કેટલાક નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરતાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. 


આ મહત્વપૂર્ણ ફેરફારો હેઠળ, હવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના 48 કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશે અથવા ફેરફાર કરી શકશે, અને તે પણ કોઈપણ વધારાના શુલ્ક વિના. આ પ્રસ્તાવમાં રિફંડ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો પણ સામેલ છે.એવિએશન રેગ્યુલેટર DGCA એ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન અને રિફંડ સંબંધિત નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. 


DGCA ના પ્રસ્તાવ હેઠળ, હવાઈ મુસાફરોને ટૂંક સમયમાં બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના શુલ્ક વિના તેમની ટિકિટ કેન્સલ કરવાની અથવા મુસાફરીની તારીખ બદલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પ્રસ્તાવ મુજબ, ટિકિટ કેન્સલ થયા પછી રિફંડની રકમ એરલાઇનના ક્રેડિટ શેલ/વોલેટમાં જમા કરવાની પસંદગી મુસાફરની રહેશે, ડિફોલ્ટ પ્રથા અનુસરવામાં આવશે નહીં.

Reporter: admin

Related Post