વડોદરા: માંજલપુર વિસ્તારની પાર્થ ભૂમિ સોસાયટીમાં રહેતો નિખિલ રમણભાઈ ચૌહાણ મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે.
નિખિલ તથા તેના ભાઈ-ભાભી તેમના વતન ખંભાત તારાપુર ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા અને બીજા દિવસે તેમની માતા પણ ખંભાત પહોંચ્યા હતા. 12મી તારીખે તેમનું ફેમિલી વતનમાંથી પરત આવ્યું ત્યારે જોયું તો મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો.
ઘરમાં જઈને જોયું તો તીજોરીનું લોક પણ તૂટેલું હતું અને તિજોરીમાંથી સોનાના પાંચ તોલા વજનના દાગીના તથા ચાંદીના દાગીના ચોરી થઈ ગયા હતા. પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Reporter: admin







