News Portal...

Breaking News :

શેરી ગરબામા મારામારીમાં બે મહિલાઓ સહિત 5 ઝડપાયા

2025-10-01 15:43:08
શેરી ગરબામા મારામારીમાં બે મહિલાઓ સહિત 5 ઝડપાયા


શહેરની મધ્યમાં આવેલા ભગતસિંહ ચોક ખાતે શેરી ગરબામાં મારામારી મામલે નવાપુરા પોલીસે બે મહિલાઓ સહિત 5 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



ગઈકાલે મોડી રાત્રે  ભગતસિંહ ચોક ખાતે ગરબા રમતી વખતે સામાન્ય બાબતને લઇને કેટલાક વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ હતી. મારામારી કરનાર વ્યક્તિઓ વિરુધ્ધમાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેના આધારે કાર્તિક કમલેશભાઇ ચુનારા (રહે. સુદામાપુરી ઝુપડપટ્ટી, આજવા રોડ), શીવ કનુભાઇ લુહાર (રહે  દેવ રેસીડેન્સી, કમલાનગર તળાવની પાસે, આજવા રોડ), સાગર ઠાકોરભાઇ પરમાર (રહે.  બાજવાડા, કોટેકોટ મોઢવાડી પાસે), વંશીકાબેન મહેંદ્રભાઇ ચુનારા (રહે. વિઠ્ઠલવાડી ઝુપડપટ્ટી, બરાનપુરા) અને દિવ્યાબેન ભુપેન્દ્રભાઇ સોલંકી (રહે. એકતાનગર સોસાયટી, આજવા રોડ)ની અટકાયત કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post