શ્રાવસ્તી: ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં શુક્રવારે સવારે એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. શ્રાવસ્તીના લિયાકત પુરવા ગામમાં એક જ પરિવારના પાંચ લોકોના શંકાસ્પદ રીતે મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
પતિનો મૃતદેહ ફાંસીના માંચડે લટકતો મળી આવ્યો હતો, જ્યારે તેની પત્ની અને ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ ઘરની અંદર ખાટલા પર પડ્યા હતા.મળતી માહિતી મુજબ મૃતકોનો રૂમ અંદરથી બંધ હતો, જેના કારણે ઘટના વધુ રહસ્યમય બની છે. શુક્રવારે સવારે જ્યારે પરિવારજનો અને ગ્રામજનોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને સૌ ચોંકી ઉઠ્યા હતા.
મૃતકોમાં કોનો સમાવેશ?
મૃતકોની ઓળખ લિયાકત પુરવા ગામના નિવાસી રોઝ અલી (32), તેની પત્ની શહનાઝ (30), પુત્રી તબસ્સુમ (6), પુત્રી ગુલનાઝ (4) અને દોઢ વર્ષીય પુત્ર મુઇન અલી તરીકે થઈ છે. રોઝ અલીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે બાકીના ચાર સભ્યોના મૃતદેહ ખાટલા પર હતા. દરવાજો અંદરથી બંધ હોવાથી શંકા જતાં દરવાજો તોડ્યો તો પરિવારની લાશો પડી હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
Reporter: admin







