News Portal...

Breaking News :

ઝૂંપડા પાસે ખુલ્લામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓ ઝડપાયા

2025-08-06 12:36:44
ઝૂંપડા પાસે ખુલ્લામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓ ઝડપાયા


વડોદરા : કિશનવાડી વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની સામે ઝૂંપડા પાસે ખુલ્લામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓની પાણીગેટ પોલીસે ધરપકડ કરી હજારોની માલમત્તા કબ્જે કરી હતી.



શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્યારે શ્રાવણીયા જુગારની પણ ભરમાર જોવા મળી રહી છે. શહેર પોલીસ દ્વારા શ્રાવણીયો જુગાર પકડવામાં આવી રહ્યો છે, તેવામાં પાણીગેટ પોલીસે પણ શ્રાવણીયો જુગાર ઝડપાયો હતો. કિશનવાડી પારસ સોસાયટીની સામે આવેલ ઝૂંપરપટ્ટી પાસે જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની માહિતીને આધારે પાણીગેટ પોલીસની ટીમે રેડ કરતા પાંચ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે સ્થળ પરથી હજારોની માલ મત્તા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Reporter: admin

Related Post