અમદાવાદ : 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ ઘટનાના 48 કલાકમાં એટલે કે 14 જૂનના 3 વાગ્યે ડીએનએ મેચ થતા પહેલી ડેડબોડી પરિવારજનોને સોંપવામાં આવી હતી.

ત્યાર બાદ 1200 બેડ હોસ્પિટલના ગેટ પરથી ડેડબોડી લઇ એમ્બ્યુલન્સ બહાર નીકળી હતી. સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 248 લોકોના DNA સેમ્પલનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે. જેમાં 6 લોકોના DNA મેચ થતા તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 8 ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પ્લેનનો કાટમાળ કાપી મૃતદેહ બહાર કઢાયો બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે લાવવામાં આવેલી અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની ટેલ અથડાઈ હતી. જે ટેલમાંથી આજે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે.
અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને તેને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યારબાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બિલ્ડીંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યું હતું અને જેને એક કપડામાં બાંધી અને ત્યારબાદ તેને દોરડા વડે નીચે ઉતારવામો આવ્યો હતો.12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં સ્ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફર હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.
Reporter: admin







