News Portal...

Breaking News :

મોર્નિંગ વૉક પર નીકળેવલા એક શખસ પર ગોળીબાર

2024-12-07 19:35:51
મોર્નિંગ વૉક પર નીકળેવલા એક શખસ પર ગોળીબાર



દિલ્હી : અહીંના શાહદરામાં એકવાર ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. મોર્નિંગ વૉક પર નીકળેવલા એક શખસ પર ગોળી મારવામાં આવી. મળતી માહિતી મુજબ, 7-8 રાઉન્ડ ફાયરિંગ થઈ જેમાં ચાર ગોળી વાગી હતી. બાઇક પર આવેલાં બે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. પીડિત વાસણનો વેપારી છે અને આ હુમલામાં તેની મોત થઈ ગઈ. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 



શાહદરા ડીસીપી પ્રશાંત ગૌતએ જણાવ્યું કે, થાણા ફર્શ બજારમાં ગોળીબારની ઘટના વિશે એક પીસીઆર કૉલ આવ્યો હતો. પોલીસ કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા અને જોયું કે, 52 વર્ષીય સુનીલ જૈન ગોળી વાગવાના કારણે ઘાયલ થયાં હતાં. ડીસીપીએ જણાવ્યું કે, તે યમુના સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં સવાર મોર્નિંગ વૉકથી ઘરે પરત ફરી રહ્યા હતાં. એક બાઇક પર આવેલા બે શખસે તેને ગોળી મારી દીધી. ક્રાઇમ ટીમને ઘટનાસ્થળે બોલાવી તપાસ હાથ ધરવામાં આવી છે. 



સમગ્ર ઘટનાના ક્રાઇમ સીનની તસવીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે શખસ એક વ્યક્તિ મોર્નિંગ વૉકથી આવી રહેલા વ્યક્તિને ચાર ગોળીઓ વાગેલી છે. ક્રાઇમ સીન પર લોહીના દાગ જોવા મળી રહ્યા છે. સ્કૂટી પણ રસ્તા પર ઢળી પડી છે. ઘટનાની જાણકારી પોલીસને 8:36 વાગ્યે મળી અને બાદમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી. ડીસીપીએ જણાવ્યું કે, કોઈ પરસ્પર મતભેદ અને લડાઈ વિશે પરિવારે ઈનકાર કરી દીધો છે અને પોલીસને હાલ હુમલાના કારણની જાણ નથી થઈ. જેની તપાસ કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post