વડોદરામાં ગઈ મોડી રાત્રે કેટલાક સ્થળોએ વીજ વાયરમાં શોર્ટ સર્કિટના તેમજ આગ લાગવાના બનાવો બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વડોદરાના છાણી, ગોરવા, આજવા રોડ, અટલાદરા સહિતના વિસ્તારોમાં વીજ પ્રવાહમાં અસાધારણ ફેરફારને કારણે શોર્ટ સર્કિટના બનાવ બન્યા હોવાનું મનાય છે.
સામાન્ય રીતે ફાયર બ્રિગેડને આ પ્રકારના એકાદ બે કોલ મળતા હોય છે. પરંતુ ગઈકાલે રાત્રે છાણી, ગોરવા, અટલાદરા, વારસિયા, આજવા રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં વીજ કેબલ તૂટવાના, શોર્ટ સર્કિટ થવાના કેટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના ઉપરા છાપરી સાત જેટલા બનાવો બન્યા હોવાના કોલ મળ્યા હતા.
Reporter: News Plus