હૈદરાબાદ:.
દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા અંગે પ્રસાશન દ્વારા જાહેર કરવામાં આવતી એડવાઇઝરીનું પાલન ભાગ્યે જ થતું હોય છે. લોકો ખુલ્લે આમ મોડી રાત સુધી ફટાકડા ફોડતા હોય છે. એવામાં હૈદરાબાદમાં અસામાજિક તત્વોએ તમામ મર્યાદા બાજુ મૂકી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિના મોંમાં ફટાકડા રાખી ફોડ્યા હતાં.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અપમાન મામલે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં એક યુવક ગાંધીજીની પ્રતિમાના મોઢામાં મૂકીને ફટાકડા ફોડી રહ્યો છે.
અહેવાલ મુજબ આ વિડીયો હૈદરાબાદના સિકંદરાબાદ કેન્ટનો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક યુવાનો મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કરી રહ્યા છે. રીલ બનાવવા માટે યુવાનોએ આ હરકત કરી હતી.
યુવાનોએ ગાંધીજીની પ્રતિમા પર ફટાકડા ફોડ્યા હતા. કેટલાક યુવકોએ વારાફરતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાના મોઢામાં ફટાકડા નાખીને ફોડ્યા. આ પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
Reporter: admin