News Portal...

Breaking News :

નોઈડાના સેક્ટર 100 સ્થિત લોટસ બ્લુબર્ડ સોસાયટીના એક ફ્લેટમાં એસી ફાટતા આગ લાગી

2024-05-30 20:08:04
નોઈડાના સેક્ટર 100 સ્થિત લોટસ બ્લુબર્ડ સોસાયટીના એક ફ્લેટમાં એસી ફાટતા આગ લાગી



નોઇડા : ભયંકર ગરમીમાંથી રાહત મેળવવા માટે ઘરો અને ઓફિસોમાં એર કંડિશનર (AC) અને કૂલરનો કરવામાં આવે. પરંતુ આ એસી ઘરો કે ઓફિસોમાં આગનું કારણ પણ બની રહ્યા છે. નોઈડાના સેક્ટર 100 સ્થિત લોટસ બ્લુબર્ડ સોસાયટીના એક ફ્લેટમાં એસી ફાટતા આગ લાગી હતી. બીજી તરફ 27મી મેના રોજ મુંબઈના બોરિવલી વેસ્ટમાં એક ફ્લેટમાં આગ લાગતાં આખો ફ્લેટ બળીને ખાક થઈ ગયો હતો. 



આ ઉપરાંત હરિયાણાના હિસારની એક હોસ્પિટલમાં આગ લાગી હતી અને તેનું કારણ પણ એસીમાં બ્લાસ્ટ થયો તે હતું. 
દેશમાં વધતી આગની ઘટનાઓને લઈને નોઈડાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'ઉનાળાની ઋતુમાં 10થી 12 એસી બ્લાસ્ટ થયાની ઘટનાઓ બની છે. જેથી નિયમિતપણે એસીની સર્વિસ કરાવવી. 



24 કલાક એસી ન ચલાવો. એસીને થોડો આરામ આપો. એસીને 3-4 કલાક ચલાવ્યા પછી થોડી વાર માટે તેને બંધ કરી દો. ઘરની બહાર નીકળતી વખતે વીજ પુરવઠો ચાલુ રાખશો નહીં.

Reporter: News Plus

Related Post