શહેરમાં નકલી ફાયર એનઓસી પ્રકરણ બહાર આવ્યા બાદ આ પ્રકારની કેટલી નકલી ફાયર એનઓસી ફરી રહી છે તેની તપાસ શરુ કરવામાં આવી છે.

વડોદરા ફાયર બ્રિગેડે નકલી ફાયર એનઓસી મામલે અત્યાર સુધી 400થી વધુ ઇમારતોની ફાયર એનઓસીની ચકાસણી કરી છે અને તે પૈકી 100 ઇમારતોને નોટિસ પણ આપવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું હતું કે 400 ઇમારતોની ચકાસણી કરાઇ છે અને હજું પણ શહેરની અન્ય ઇમારતોમાં ચકાસણી કરવામાં આવી રહી છે. 100 ઇમારતોને નોટિસ આપીને ખુલાસો પુછાયો છે. ઉલ્લેખનિય છે કે આ મામલાની પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે.
આજવા રોડની અર્ષ બિલ્ડીંગની નકલી ફાયર એનઓસી બજારમાં ફરી રહી હતી અને તે મામલે જ્યારે તપાસ થઇ ત્યારે અર્ષ બિલ્ડીંગમાં આવેલી હોસ્પિટલના સંચાલકે પોતાના જવાબમાં ફાયર બ્રિગેડને જણાવ્યું હતું કે તેમણે શિવાય ફાયર એન્ડ સેફ્ટી સર્વિસના જયેશ મકવાણાને એનઓસી સહિતની ફાયર સેફ્ટીના વિષયનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેથી વેન્ડર જયેશ મકવાણાએ વોટેસએપ દ્વારા તેમને આ ફાયર એનઓસી મોકલી હતી. જયેશ મકવાણાની જો પૂછપરછ થાય તો સમગ્ર કૌંભાડમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે.
Reporter: admin







