શહેરના મંગલ પાંડે રોડ પર આવેલા વિશ્વામિત્રી નદી કિનારે કચરાના ઢગલામાં આગ લાગી, ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ થી મંગલ પાંડે રોડ તરફના વિશ્વામિત્રી નદી કિનારે આવેલી ઝાળીઓમા અચાનક આગ લાગી હોવાની જાણ વડીવાડી ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અહીં છેલ્લા કેટલાક સમયથી વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરીની કરવામાં આવી રહી છે

અહીં નદીની આસપાસ સફાઇ કરી માટી કાઢી નદીના પટને ખુલ્લા કરવામાં આવી રહ્યાં છે જેથી આગામી દિવસોમાં શહેરમાં પૂરની પરિસ્થિતિ ન ઉદભવે ત્યારે આ ઝાળીઓમા અચાનક આગ લાગતાં જોતજોતામાં પવન સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો


Reporter: admin