અમરાવતી: બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક રામ ગોપાલ વર્મા તેમના નિવેદનોને કારણે વિવાદમાં રહે છે. તેમણે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ અને તેમના દીકરા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી.
હવે આ મામલે તેમના વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.એક અહેવાલ મુજબ સોમવારે આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ તેમણે તેની ફિલ્મ ‘વ્યુહમ’ના પ્રમોશન દરમિયાન સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ્સ કરી હતી.
જેનાથી મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ, તેમના દીકરા અને આઈટી પ્રધાન નારા લોકેશ, બહુ બ્રહ્માણી અને અન્ય તેલુગુ દેશમ પાર્ટી(TDP) કાર્યકર્તાઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હતી.શું હતું સોશિયલ મીડિયા પોસ્ટમાં:અહેવાલો અનુસાર, રામ ગોપાલ વર્મા પર આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને ઉપમુખ્ય પ્રધાન પવન કલ્યાણ સામે કથિત રીતે અપમાન જનક પોસ્ટ શેર કરવાનો આરોપ છે.
Reporter: admin