ઐતિહાસીક વારસા એવા માંડવી દરવાજાની જાળવણી કરવામાં કોર્પોરેશનને હવે કોઇ રસ નથી તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

બે દિવસથી અહેવાલ પ્રસિદ્ધ કરાતા હવે સવાણી કોન્ટ્રાક્ટર ઉપર તેની અસર થઇ છે. પૂજારી હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે જેમણે માંડવીના પીલરને સેફટી આપવાનું કામ કર્યું છે એ લોકો આજે એમનો સેન્ટરિંગ નો સામાન લઈ ગયા છે અને બીજો સામાન પણ બપોરે પછી લઈ જવાની વાત કરી હતી. હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે માંડવી નીચે હવે થોડું છારી રહ્યું છે જે આવતીકાલે લેવડાવી લેશે એ સિવાય બધો માલસામાન એ લોકો લઈ ગયા છે . માંડવીને એકદમ ચોખ્ખી સાફ કરી પાણીથી સાફ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 10 દિવસથી જર્જરીત પિલરનું કામ તો પુરુ થઇ ગયું છે પણ કામ કરનારા કોન્ટ્રાક્ટર સવાણી એસોસિએટ્સે માંડવી દરવાજાને જાણે કે ગોડાઉન બનાવી દીધું છે અને તેના કારણે ત્યાં ગંદકી થઇ રહી છે. સવાણી એસોસિએટ્સ ત્યાં પોતાનું મટિરીયલ રાખીને જતો રહ્યો છે અને હટાવતો પણ નથી. કોર્પોરેશન એક તરફ હવે જર્જરીત માંડવી ઇમારતનું રિસ્ટોરેશન કરવા માટે એનલાઇન ટેન્ડરીંગનું તો કામ કરતું જ નથી અને બીજી તરફ સવાણી એસોસિએટ્સ દ્વારા માંડવી દરવાજાને ગોડાઉન બનાવી દેવાયું છે અને તેને પણ કોર્પોરેશન હટાવવા માટે સુચના આપતું નથી. મ્યુનિ.કમિશનરે પોતે જ આપેલું વચન હવે ભુલી ગયા છે જેનો રોષ ચાર દરવાજાના રહીશો અને સતત તપ કરી રહેલા પૂજારી હરિઓમ વ્યાસમાં જોવા મલી રહ્યો છે. વારંવાર રજૂઆતો પછી પણ કોર્પોરેશનના શાસકોના પેટનું પાણી હલતું નથી તે દુખની વાત છે. હેરીટેજ સેલ નામનો જ બનાવી દેવાયો છે પણ સેલ દ્વારા કોઇ કામગિરી કરાતી નથી. જે દિવસે કોઇ દુર્ઘટના બનસે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ દો઼ડતા આવી જસે પણ અત્યારથી જ પગલાં લેવા માટે સતત માંગ કરાઇ રહી છે છતાં તે સાંભળતા નથી. નવાઇની વાત છે કે અત્યારે હેરીટેજ પખડાવીડયું કોર્પોરેશન ઉજવી રહ્યું છે પણ હેરીટેજની જાળવણી કરવામાં કોર્પોરેશનને જોર પડે છે.
નવરાત્રીના શુભ દિવસોમાં કામ શરૂ થઈ જાય એવી આશા
આજે મારા તપના 161 માં દિવસે મહાનગરપાલિકા પાસેથી આશા રાખું છું કે કમિશનર આજથી એક મહિના પહેલા માંડવી નીચે આવીને કહી ગયા હતા કે એક મહિનાની અંદર ટેન્ડરિંગ પ્રોસેસ પૂરો થશે અને કામ શરૂ થઈ જશે પરંતુ હજી સુધી ટેન્ડર ઓપન થયું નથી અને કામ કોઈને સોંપાયું નથી તો આ કામ નવરાત્રીના શુભ દિવસોમાં કામ શરૂ થઈ જાય એવી આશા રાખીએ છીએ કારણ કે આવી રીતે સમય જતો જશે તો ઐતિહાસિક માંડવી દરવાજાને વધુને વધુ નુકસાન થતું જશે તો આપ ઝડપથી હેરિટેજ એક્સપર્ટ પાસે માંડવીનું રેસ્ટોરેશનનું કામ શરૂ કરાવો
હરિઓમ વ્યાસ, પૂજારી
Reporter: admin







