વડોદરા : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો પાર્થિવ દેહ વિશેષ ગ્રીન કોરિડોરના માધ્યમથી અમદાવાદથી વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો.

આ દરમિયાન તેમના માંજલપુર નિવાસ સ્થાન પર સ્વજનો અને મોટી સંખ્યા માં સ્થાનિક લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. શોકાતુર વાતાવરણ વચ્ચે પરિવારે કલ્પના બેન પ્રજાપતિ ને ભીની આંખોથી અંતિમ વિદાય આપી હતી.ત્યારબાદ અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા.



Reporter: admin