News Portal...

Breaking News :

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ

2025-06-21 10:19:37
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ


અમદાવાદ:  લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. 


આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર ન હતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 279 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ થયું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર ન હતો. 


સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવાર જણાવ્યું હતું. આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે. અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલા ઘરેથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હૉસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકભાઈએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતાં અંતે મહેશનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.મહેશ જીરાવાલા ગુજરાતના નરોડા વિસ્તારના રહેવાસી છે.

Reporter: admin

Related Post