વડોદરા : પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પાલિકાના અધિકારીઓની મિલી ભગતને કારણે જે ફાઇલો બહાર જઈ રહી છે તેને લઈ મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.

શહેરના દરેક ઘરોમાં પીવાનું પાણી એક જ ટાઈમ આવે છે જે બે ટાઈમ આપવામાં આવે અને સ્વચ્છ મળે. તેમજ દરેક વોર્ડમાં ગંદા પાણીની રજૂઆત થાય છે તે ધ્યાન લઇ સ્વચ્છ પાણી આપવા સાથે જ શહેરમાં ખાડાઓને લીધે રસ્તાઓ જોખમરૂપ થઈ ગયા છે જેના કારણે ટુવ્હીલર ઉપર જતી મહિલાઓ તેમજ સ્કુલ કોલેજમાં જતી વિધાર્થીનીઓના અકસ્માત થાય છે.

રોકવાની સાથે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસોના અધિકારીઓની મિલી ભગતના કારણે જે ફાઇલો બહાર જઈ રહી છે તે યોગ્ય અને તેને માટે આજે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મ્યુ. કમિશનરને સૂચન સાથે આવેદન પત્ર આપ્યું હતું.


Reporter: admin







