જમ્મુ : જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ફરી એકવાર મોટો હોબાળો થયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે વક્ફ સંશોધન કાયદા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
વિવાદ એટલી હદે વધી ગયો હતો કે, બંને પક્ષના નેતાઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. બીજી બાજુ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. એનસીના ધારાસભ્યોએ પણ વક્ફ કાયદા પર ચર્ચાની માગ કરતાં સદનમાં દેખાવો કર્યા હતા.નેશનલ કોન્ફરન્સે પણ વક્ફ કાયદા મુદ્દે ચર્ચાની માગ કરી છે. ભાજપે તેનો વિરોધ કરતાં હોબાળો મચ્યો હતો. જેના લીધે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ત્રણ કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
વિધાનસભાની બહાર પ્રવેશ દ્વાર પર જ ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેઓએ ધક્કા-મુક્કી અને મારામારી કરી હતી. ભાજપના નેતાઓએ AAP પર આરોપ મૂક્યો હતો કે, તેમણે વિધાનસભાની અંદર વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હતી. જ્યારે AAPએ ભાજપ આરોપ લગાવ્યો હતો કે, તેઓએ હોબાળો કરતાં અમારા પર હુમલો કર્યો.
Reporter:







