વડોદરા: કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટની પાછળ અવારનવાર પાર્કિંગ અને દબાણને લઈ માથાકૂટ થતી રહે છે. ત્યારે ફરી એક વખત પાર્કિંગ અને દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ ખોડીયાર નગર ખાતે રહેતા મુકેશ પેસવાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ 15 એપ્રિલ વહેલી સવારે ખંડેરાવ માર્કેટની પાછળ અમારી શ્યામસુંદર શોભામલ ખાતે માલ પહોંચાડવા પિકઅપ ગાડી આવી હતી. ગાડીમાંથી માલ ઉતાર્યા બાદ ગાડીને બહાર જવા માટે જગ્યા ન મળતા અન્ય પાર્ક ગાડીઓના ચાલકોને કહેવા જતા ચાની લારી ચલાવતા ગોપાલ શ્યામલાલ રાધવાણી, નાનક શ્યામભાઈ રાધવાણી અને જયેશ નાનકભાઈ રાધવાણીએ ઝઘડો કરી મારામારી કરી હતી.
આ ત્રણેય શખ્સો રસ્તા ઉપર ફ્રૂટનો જથ્થો રાખી વેપાર કરતા અમારી દુકાનમાં આવવા જવા તથા માલ સામાનની અવરજવર વખતે ઘણી તકલીફ થાય છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin







