વડોદરા :એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં પરીક્ષાના માર્ક્સ જાહેર ન કરતા BBA ના હેડ ઉપર નકલી ચલણી નોટો ઉડાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

એમએસ યુનિવર્સિટી બીબીએ ફેકલ્ટીમાં પરીક્ષાના માર્ક્સ જાહેર ન કરતા બીબીએ બિલ્ડિંગમાં ઉગ્ર વિરોધ NSUI દ્વારા કરવામાં આવ્યું હતું.ફેકલ્ટીના પરિણામ અને પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા માટે યુનિવર્સિટીમાં બીબીએ ફેકલ્ટીની પ્રવેશ પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયા અંગે વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલી ગંભીર ચિંતા લાવવા માંગુ છું. અમારા ધ્યાને આવ્યું છે કે બીબીએ ફેકલ્ટીએ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ પરીક્ષામાં મેળવેલા વ્યક્તિગત માર્કસ જાહેર કરીને હંગામો કર્યો છે. પારદર્શિતાના અભાવે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં અનેક શંકાઓ અને ચિંતાઓ ઊભી કરી છે અને પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિઓ અને સંભવિત ગેરરીતિઓના આક્ષેપો વધી રહ્યા છે.

પ્રવેશ પરીક્ષાના દરેક તબક્કામાં તમામ ઉમેદવારો દ્વારા મેળવેલ ગુણ વ્યક્તિગત અને જાહેરમાં જાહેર કરવામાં આવશે.સમગ્ર પ્રવેશ પ્રક્રિયા યોગ્યતા અને સમાનતાના સિદ્ધાંતોનું પાલન કરીને પારદર્શક હાથ ધરવામાં આવે તેવી આવે તેવી માંગ સાથે BBA ફેકલ્ટી નો દરવાજો બંધ કરતા કાર્યકતાઓ દરવાજો ધક્કો મારી અંદર ઘૂસી ગયા હતા.વડોદરા શહેરના NSUI ના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ સુત્રોચાર સાથે BBA ફેકલ્ટીના એસોસિયેટ ડાયરેક્ટર કે.આર બડોલા ની ઓફિસમાં નકલી ચલણી નોટો નું બંડલ ઉડાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો.nsui કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.ત્યારબાદ એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલને સમજાવટ બાદ વિદ્યાર્થીઓના મામલો શાંત પડ્યો હતો વાઈસ ચાન્સેલરને રજૂઆત બાદ વાઇસ ચાન્સેલર સાંજ સુધી ની વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું




Reporter: admin