સુરત : વરસાદના લીધે સુરતમાં વિવિધ વિસ્તારમાં પાણી- મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ, ઝાડા-ઉલ્ટી સહિતની કેસમાં સતત વધારો થઇ રહ્યા છે.
સુરતમાં ડેન્ગ્યુમાં સ્મીમેર મેડીકલ કોલેજની મહિલા રેસીડેન્ટ ડોકટર તથા સરથાણામાં યુવાનનું મોત થયુ હતુ. જયારે ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં ૫૦ ટકા જેટલો વધારો થઇ રહ્યો હોવાની સકયતા છે.સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમદાવાદમાં રહેતી ૨૪ વર્ષીય ડો. ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં એનેસ્થેસીયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સ્મીમેરમાં એનેેસ્થેસીયા વિભાગમાં ફરજ બજાવતી હતી. જોકે તેને બે - ત્રણ દિવસથી તાવ આવતો હતો. તેની તબિયત વધુ પડતા સારવાર માટે મંગળવારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હતો.
બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં આજે વહેલી સવારે તેનું મોત થયું હતું.બીજા બનાવમાં સરથાણામાં યોગીચાકમાં તિરુપતિ સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષીય ખોળીદાસ મનસુખ સાવલીયાને ગત તા.૮મીએ તાવ આવતો હોવાથી સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝીટવ આવ્યો હતો. બાદમાં આજે સવારે તેનું મોત નીંપજયું હતું. તે મુળ અમરેલીના સાંવરકુડલાના વતની હતો. તે ઓનલાઇન ધંધો કરતો હતો.નોધનીય છે કે, શહેરમાં છેલ્લા ધણા સમયથી ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ, ઝાડા-ઉલ્ટી સહિતના બિમારી દર્દી વધી રહ્યા છે. સારવાર માટે સિવિલ, સ્મીમેર, ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો થઇ રહ્યો છે.
Reporter: admin