વડોદરાઃ પારિવારિક અદાવતને કારણે ૩૫ હજારમાં રિવોલ્વર ખરીદનાર યુવકને રિવોલ્વર ની ડિલિવરી આપનાર છોટાઉદેપુરના બે યુવકોને ફતેગંજ પોલીસે ઝડપી પાડયા છે.
રિવોલ્વર ક્યાંથી મેળવી હતી તે દિશામાં પોલીસ રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી રહી છે. દોઢ મહિના પહેલાં પોલીટેકનિક કોલેજ પાસે ફતેગંજ પોલીસે એસટી બસમાં મુસાફરી કરતા ક્રિપાલસિંહ ઉર્ફે વિશ્વજીતસિંહ પરમાર (યમુના નગર,નરોડા,અમદાવાદ)ને ઝડપી પાડી રિવોલ્વર કબજે કરતાં તેણે બસ ડ્રાઇવર દિલીપ રાઠવા પાસેથી ૩૫ હજારમાં રિવોલ્વર ખરીદી હોવાની કબૂલાત કરી હતી.
ફતેગંજના પીએઆઇ કેબી સોલંકીએ વધુ તપાસ કરતાં રિવોલ્વરની ડિલિવરી લેવા માટે આવેલા અને ઓનલાઇન પેમેન્ટ લેનાર બે શખ્સના નામો ખૂલ્યા હતા.જેથી છોટાઉદેપુર ખાતે ફતેગંજ પોલીસની એક ટીમ વોચ રાખી રહી હતી.
Reporter: admin