નકલી ફાયર એનઓસી કેસમાં કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની ઘોર બેદરકારી, તપાસ જ બંધ કરી દેવાઈ ?..

નકલી ફાયર એનઓસી પ્રકરણમાં કોર્પોરેટર અને અન્ય નેતાઓની આગળ તપાસ ન કરવાની ભલામણો વધી ગઈ છે!!..
શહેરમાં નકલી ફાયર એનઓસી વાયરલ થવાની ઘટનાને 2 મહિના વીતી ગયા છે.છતાં કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ નિન્દ્રાધીન અવસ્થામાં છે. કોઇ મોટી દૂર્ઘટના સર્જાય તેની રાહ તંત્ર જોઇ રહ્યું છે. એક સ્થળેથી નકલી ફાયર એનઓસી પકડાય તો તપાસ કરવી જરુરી હતી કે આવા ખોટા કામ કોણ કરે છે પણ તેની તપાસ પણ કરવામાં આવી નથી. કાં તો અધિકારીઓને તેમાં રસ નથી અથવા તો પોતાના જ વિભાગનાં અન્ય કર્મચારીઓ પણ સંડોવાયા હશે એટલે તેઓને બચાવવા તપાસ પણ કરાતી નથી. જ્યારે મામલો બહાર આવ્યો ત્યારે ફાયર બ્રિગેડે 400થી વધુ બિલ્ડીંગોની તપાસ કરી નાખી હતી. 100 બિલ્ડીંગોને નોટિસ પણી હતી પણ ત્યાર બાદ ફાયર બ્રિગેડ ઉંઘી ગયું છે. ખરેખર તો નકલી ફાયર એનઓસીમાં કોણ સંડોવાયો છે અને કઇ રીતે તેણે નકલી ફાયર એનઓસી તૈયાર કરી તેની તપાસ કરીને ગાઇડલાઇન બનાવવી જોઇતી હતી પણ ફાયર બ્રિગેડને તેમાં કોઇ રસ નથી. ફાયર સેફ્ટીની સુવિધા વગર નકલી ફાયર એનઓસી ધરાવતી બિલ્ડીંગોમાં જો કોઇ દૂર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર આ તંત્ર અને ફાયર બ્રિગેડ જ હશે કારણ કે તેની બેદરકારીના કારણે નકલી ફાયર એનઓસીની ગંભીરતાપૂર્વક તપાસ જ કરવામાં આવી નથી. મ્યુનિ.કમિશનર નવા છે એટલે કદાચ તેમને આ મામલો જાણમાં નહી હોય પણ તેમણે આ મામલાની તપાસ કરાવવી જોઇએ અને ડે.કમિશનર અને ચીફ ફાયર ઓફિસરને કડક તાકીદ કરવી જોઇએ.
અર્ષ બિલ્ડીંગને સિલ કરવાની તજવીજ
શહેરમાં નકલી ફાયર એનઓસી પ્રકરણ બહાર આવ્યા બાદ આ પ્રકારની કેટલી નકલી ફાયર એનઓસી ફરી રહી છે તેની તપાસ શરુ કરવામાં આવી છે. બીજી તરફ નકલી ફાયર એનઓસી જે બિલ્ડીંગની મળી હતી તે આજવા રોડની અર્ષ બિલ્ડીંગને સિલ કરવાની કાર્યવાહી ફાયર બ્રિગેડે શરુ કરી હતી પણ બિલ્ડરે નવી ફાયર સિસ્ટમ લગાવવાની તૈયારીઓ શરુ કરી હોવાનું જણાવતા ફાયર બ્રિગેડે હાલ પુરતું સીલ કરવાની કાર્યવાહી મુલતવી રાખી છે. બિલ્ડરે ફાયર બ્રિગેડને જણાવ્યું હતું કે આ માટે વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે જેથી ફાયર બ્રિગેડે હાલ બિલ્ડીંગ સીલ નથી કર્યું હોવાનું ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગની નકલી ફાયર એનઓસી બનાવાઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને તેમાં વડોદરા ફાયર બ્રિગેડના 2 અધિકારીઓના નામ અને તેમની સહી પણ હતી જેથી ફાયર બ્રિગેડના અધિકારી નિકુંજ આઝાદે આ મામલે રાવપુરા પોલીસમાં અરજી આપી હતી. રાવપુરા પોલીસે આ મામલે નિકુંજ આઝાદ તથા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ તથા બિલ્ડર સહિતનાઓના નિવેદન લીધા હતા પણ આ બિલ્ડીંગ બાપોદ પોલીસની હદમાં બન્યો હોવાથી તપાસ બાપોદ પોલીસને ટ્રાન્સફર કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ અર્ષ બિલ્ડીંગમાં આવેલી હોસ્પિટલના સંચાલકે પોતાના જવાબમાં ફાયર બ્રિગેડને જણાવ્યું હતું કે તેમણે શિવાય ફાયર એન્ડ સેફ્ટી સર્વિસના જયેશ મકવાણાને એનઓસી સહિતની ફાયર સેફ્ટીના વિષયનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેથી વેન્ડર જયેશ મકવાણાએ વોટેસએપ દ્વારા તેમને આ ફાયર એનઓસી મોકલી હતી. જયેશ મકવાણાની જો પૂછપરછ થાય તો સમગ્ર કૌભાંડમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે 16 એપ્રીલ 2 મહિનાથી કામગીરી ત્યાંને ત્યાં છે. દુર્ઘટના થશે ત્યારે ખબર પડશે.નકલી NOC પ્રકરણમાં કોર્પોરેટર અને અન્ય નેતાઓની આગળ તપાસ ન કરવાની ભલામણો વધી ગઈ છે.
Reporter: admin