બાબાભાઇ.... ASI તો કેન્દ્ર સરકાર હસ્તક આવે છે તો ન્યાયમંદિરનું સમારકામ કેમ કરાવતા નથી ?..
સ્માર્ટ પ્રોજેક્ટ મિશન હેઠળ બધા જ હેરીટેજ ગેટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા, તે ભાગબટાઈમાં સ્વાહા થઈ ગયા. મેયર, ચેરમેન, કમિશનર, સાંસદ, ધારાસભ્યો, કાઉન્સિલરો કોઈ બોલવા તૈયાર નથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહે છે કે જે દેશનો વારસોના સાચવે તે ભવિષ્ય ગુમાવે છે. પરંતુ એ આજના સત્તાના નાશામાં ચૂર આ ભ્રષ્ટ અધિકારી - નેતાઓને કોણ સમજાવે.

વડોદરા ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં વડોદરા મહાનગરપાલિકાના શાસકો, તમામ કોર્પોરેટરો, 5 ધારાસભ્યો અને સાંસદ હેમાંગ જોશી તદ્દન નિષ્ફળ ગયા છે.સ્માર્ટ સિટી મિશન હેઠળ, કેન્દ્ર અને રાજ્ય સરકારની કરોડોની મદદથી,બધા ગેટ પાલિકાનાં લઠ્ઠ- બુધ્ધીનાં કોન્ટ્રાક્ટરો દ્વારા તાજેતરમાં જ રીપેર થયા હતા ! છતાં માંડવી ગેટ તૂટી પડ્યો છે અને હાલત જર્જરીત થઇ ગઇ છે. ઐતિહાસીક ન્યાયમંદિર ઇમારતની પણ હાલત ખરાબ થઇ ગઇ છે. ન્યાયમંદિર દરવાજાની છત સપ્ટેમ્બર 2021માં પડી હતી ત્યાર બાદની તૂટી પડેલી છે પણ શાસકો અને પ્રજાના પ્રતિનિધીઓને તેની કંઇ પડી નથી. વડોદરાનો વિકાસ વિકાસ કરવાના બણગાં ફૂંક્યા કરે છે. પણ મહારાજા સરસયાજીરાવ ગાયકવાડે શહેરને જે આપ્યું છે તેની જાળવણી કરતા આજના શાસકોને આવડતું નથી. શાસકોને ન્યાયમંદિરની છત રીપેર કરવાનું દેખાતું નથી. આર્કીયોલોજી વિભાગ અને કોર્પોરેશન એક બીજાને ખો આપ્યા કરે છે અને તેમાં રોજ ઐતિહાસીક ઇમારતોના કાંગરા ખરી રહ્યા છે. વડોદરાના સાંસદને ઐતિહાસીક ઇમારતોની જાળવણી અને નિભાવણી કરવાનું સુઝતું નથી. તેમને તો ત્યાં ફોટો સેશન કરવામાં જ મજા આવે છે. બાબાભાઇ પાલિકાનાં સ્થાનિક પ્રશ્નોમાં જશ લેવાનો પ્રયાસ કરે છે. કુંભમેળા માટે બસ અને ટ્રેનો શરુ કરાવે છે તો બાબાભાઇએ જાણવું જોઇએ કે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકારનો વિભાગ છે અને તે તમારું કાર્યક્ષેત્ર છે. તમારે એએસઆઇને આદેશ આપવો જોઇએ કે તેના હસ્તકની તમામ ઐતિહાસીક ઇમારતોનું સમારકામ કરો. બાબાભાઇએ જરુર પડ્યે એએસઆઇને યોગ્ય ફંડ મળે તે માટે કેન્દ્ર સરકાર સમક્ષ વાત મુકવી જોઇએ. બાબાભાઇને માત્ર પ્રસિદ્ધીમાં જ રસ હોય તેમ લાગે છે. વડોદરાવાસીઓને યાદ જ છે કે થોડા સમય પહેલાં જ્યારે શિવજી કી સવારી જ્યારે ઐતિહાસિક ન્યાયમંદિર દરવાજાથી નીકળી ત્યારે આપણા બાબાભાઈ ઐતિહાસિક ન્યાયમંદિર દરવાજા ઉપર પોલીસ પરમીશન વગર ચડી ગયા હતા. બાબાભાઇ ઉન્માદમાં જણાઇ રહ્યા હતા. તેમાં બાબાભાઇ ભાન ભુલી ગયા કે તે જ્યાં ચડી ગયા છે તે ઐતિહાસીક ન્યાયમંદિર દરવાજાની છત જ નથી. અચાનક જો કોઇ દુર્ઘટના સર્જાઇ હોત તો જવાબદાર કોણ તેવો સવાલ પુછાઇ રહ્યો છે. સાંસદ હેમાંગ જોશી તેમની ટીમ સાથે શિવજી કી સવારી સમયે ન્યાયમંદિર દરવાજા પર ચડી ગયા ત્યારે તેમની સાથે શહેરના સેંકડો નાગરીકો પણ ચડી ગયા હતા.જર્જરીત દિવાલ જો ધરાસાઈ થઈ હોત તો જવાબદારી કોની ? બાબાભાઇએ ધ્યાન રાખવું જોઇએ. સાંસદ તરીકે જવાબદારીપૂર્વકનું વર્તન કરવું જોઇએ.સાંસદની એ હરકત નવાઈ પમાડે તેવી હતી.લોકોને પોતાનાં તરફ ધ્યાન ખેંચવા માટે ગમે તે જોખમી હરકતો કરવી તે એક પ્રકારનો માનસિક રોગ છે.આ ઘટના અંગે પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ પ્રમુખ લોબીનાં વિજય પવારે ફેસબુક પર પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું કે ચાર દરવાજા વિસ્તારમાં સવારીનું સ્વાગત કરવામાં કોઇ કચાશ રાખી નથી અને રાખવામાં આવશે નહી. પણ 24 કલાક પછી નેતાઓ અને આયોજકોને લહેરીપૂરા દરવાજા પર છત નથી એનો વિચાર સુદ્ધા આવ્યો નહી હોય..હર હર મહાદેવ...

શહેરનો ઐતિહાસીક વારસો બચશે ખરો?
ઐતિહાસિક ન્યાય મંદિરની છત સપ્ટેમ્બર 2021 માં ચોમાસા દરમિયાન પડી ગઈ હતી, પછી તેને રિપેર કરવામાં આવી હતી. જો કે તકલાદી કામ કરાતા ફરી તે પડી ગઈ હતી. હજુ સુધી છતને ઉભી કરવામાં આવી નથી. શહેરની ઐતિહાસીક વારસો સમાન આ પ્રકારની ઇમારતો હવે ખંડેર થઇ રહી છે. છતાં શાસકોનું ધ્યાન સુદ્ધાં જતું નથી તે ખેદજનક બાબત છે. આ રીતે જ જો કોર્પોરેશનનું વર્તન રહ્યું તો શહેરની ઐતિહાસીક ઇમારતો નામશેષ થઇ જશે તે ચોક્કસ વાત છે. તેની યોગ્ય નિભાવણી અને જાળવણી કરાશે તો જ શહેરનો ઐતિહાસીક વારસો બચશે. માંડવી ગેટ પણ જર્જરીત થઇ ગયો છે અને ગઇ કાલે જ મહારાણી રાધિકારાજે ગાયકવાડે પોતાની ઇન્સ્ટાગ્રામ રીલમાં માંડવી ગેટનો ફોટો પોસ્ટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું.ટીમ વડોદરાનું છોગું પહેરનારા અને રાવપુરાનાં ધારાસભ્ય બાલુભાઈ પણ તેમની કામગીરીમાં ઉપરાંત ઉતર્યા છે.તાજેતરમાં લાલકોર્ટની મિલકત ઉપર 35 લાખ ખર્ચીને લોકોને મુર્ખ બનાવ્યા છે.દીવાબત્તીની ચમક ઉભી કરીને જર્જરીત મિલકતો તરફ લોકોનું ધ્યાન બીજી બાજું ડાયવર્ટ કરાવવામાં આવે છે. 35 લાખ ખર્ચીને ગેટનાં કોઈ ભાગને રીપેર કરાવડાવી શક્યા હોત.શહેરનાં એક જાગૃત નાગરિક પરીખે તો પોસ્ટ કરીને જણાવ્યું કે જો નિભાવણી ના કરી શકતા હો તો રાજીનામાં આપી દો.હવે હદ થાય છે. કરોડો રૂપિયા શહેરમાં વિવિધ પ્રોજેક્ટ પાછળ ખર્ચાઈ રહ્યા છે પણ ગાયકવાડી મિલકતોને શાસક પક્ષના વામણાં નેતાઓ તથા હાલના અધિકારીઓ જાળવણી નિભાવણી કરી શકતા નથી.
Reporter: admin







