દિલ્હી : ભારતમાંએચએમપીવી વાઇરસની એન્ટ્રી થઇ ગઇ છે. સોમવારે ભારતમાં પ્રથમ કેસ નોંધાયો એટલુ જ નહીં એક સાથે ત્રણ કેસો સામે આવ્યા છે.
કર્ણાટકમાં બે જ્યારે ગુજરાતમાં એક કેસ નોંધાયો છે. જેને પગલે હાલ મોટાભાગના રાજ્યો એલર્ટ થઇ ગયા છે. દિલ્હી સરકારે તમામ હોસ્પિટલોને સારવાર માટેની તૈયારી રાખવાની સુચના આપી દીધી છે. આ વાઇરસના લક્ષણો પણ કોરોના વાઇરસ જેવા જ માનવામાં આવે છે તેમ છતા આ વાઇરસ કોરોના કરતા અલગ છે.ગુજરાતમાં એચપીએમવીનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે. રાજસ્થાનના ડુંગરપુરના બે માસના બાળકને બે સપ્તાહથી શરદી-તાવ-ઉધરસની સમસ્યા હતી. બાળકની સ્થિતિમાં સુધારો નહીં થતાં તેને મોડાસાની હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. પરંતુ ત્યાં સ્થિતિમાં ખાસ કોઇ સુધારો નહીં જણાતા અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.
શરૂઆતમાં આ બાળકની સ્થિતિ નાજૂક હતી અને તે પાંચ દિવસ વેન્ટિલેટર પર હતું. અલબત્ત, ધીરે-ધીરે તેના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગ્યો છે અને હવે ટૂંક સમયમાં તેને રજા મળી જશે. બાળક સારવાર હેઠળ હતું ત્યારે જ ખાનગી લેબમાં ટેસ્ટ કરાતાં તેનો રીપોર્ટ એચપીએમવી પોઝિટિવ આવ્યો હતો. કુલ ત્રણ માંથી બે કેસો કર્ણાટકમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા ડિટેક્ટ કરાયા હતા, બેંગલુરુની બાપટિસ્ટ હોસ્પિટલમાં એઠ ત્રણ મહિનાની બાળકીને દાખલ કરાઇ છે. જ્યાં તપાસ કરતા તેનામાં એચએમપીવી વાઇરસ મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક આઠ મહિનાના બાળકમાં પણ આ જ વાઇરસ મળી આવતા તેને પણ બેંગલુરુની એ જ હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યાં અગાઉ એક બાળકીની સારવાર શરૂ કરાઇ હતી. ગુજરાતમાં અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં બે મહિનાના બાળકમાં આ જ વાઇરસ મળી આવ્યો હતો.
Reporter: admin