વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ગોત્રી ગાર્ડનમાં છેલ્લા આઠ વર્ષથી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગાર આપવામાં આવતા અને યોગ્ય તારીખે પગાર ચુકવણી ન કરતા આજે 30થી વધુ બગીચામાં કામ કરતા કર્મચારીઓએ હડતાલ કરી.

ગોત્રી ગાર્ડનમાં વિવિધ પ્રકારની કામગીરી કરતા કર્મચારીઓએ આજે ઓછા પગાર ને લઈને તેઓએ હડતાલ કરી અને આ તમામ કર્મચારીઓ દ્વારા પાલિકા તંત્રના અધિકારીઓને રજૂઆત કરી છતાં યોગ્ય નિરાકરણ ન આવતા તેઓ આજે રોષે ભરાયા હતા અને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. બગીચામાં કામ કરતા કર્મચારીઓને પી એફ અને એએસઆઈની સેવાનો લાભ મળતો નથી જેથી આ કર્મચારીઓનું અકસ્મિત દવાખાનું આવે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

આ બગીચામાં કામ કરતા કર્મચારીઓનો આક્ષેપ છે કે બગીચામાં અનેક વીજ વાયરો અને સેફ્ટીના સાધનો પણ આપવામાં આવતા નથી અને આ 30થી વધુ કર્મચારીઓને ઓછા પગાર આપવામાં આવતો હોય છે અને યોગ્ય તારીખ પણ નક્કી હોતી નથી જેથી આ કર્મચારીઓનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બને છે


Reporter: admin







