નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કર્મચારી પેન્શન યોજના 1995 અંતર્ગત 10 વર્ષ સુધી યોગદાન આપનારને જ પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી.નિયમમાં ફેરફાર બાદ 6 મહિના માટે EPSમાં યોગદાન આપનારા કર્મચારીઓને પણ પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે.
હવે કેન્દ્ર સરકારે શુક્રવારે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS), 1995માં ફેરફાર કર્યા છે. આ ફેરફાર બાદ 6 મહિના માટે EPSમાં યોગદાન આપનારા કર્મચારીઓને પણ પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. આ નવા સુધારાથી દર વર્ષે 7 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે.કેન્દ્ર સરકારે કર્મચારી પેન્શન યોજનામાં સુધારો કરવા માટે, EPS વિગતોમાં પણ સુધારો કર્યો છે.
હવે ઉપાડ સભ્યએ કેટલા મહિના સેવા આપી છે અને પગારમાંથી કેટલી રકમ EPSમાં જમા કરાવે છે તેના પર આધાર રાખે છે. આ નિયમ ઉપાડને સરળ બનાવશે. આ ફેરફારથી 23 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે.આ પહેલા સેવાનો સમયગાળો અને EPSમાં જમા કરાવેલી રકમના આધારે નક્કી કરવામાં આવતું. તેમજ જે સભ્યો સ્કીમ પૂરી થયા પહેલા જ જો સ્કીમ છોડી દે તો તેમને ઉપાડનો કોઈ લાભ મળતો ન હતો.
Reporter: News Plus